રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :બગદાદ , શનિવાર, 10 સપ્ટેમ્બર 2016 (14:57 IST)

બગદાદમાં કાર વિસ્ફોટ થતા 10ના મોત

ઇરાકના પાટનગર બગદાદમાં કાર વિસ્‍ફોટ થતા 10ના મોત.  પુર્વ બગદાદના શોપીંગ મોલ નજીક કાર બોંબ વિસ્‍ફોટ થયો હતો.  નાખીલ મોલ પાસે થયેલા આ વિસ્‍ફોટમાં 30થી વધુને ઇજા થઇ છે.

એક વિસ્ફોટ એ કારમાં થયો જે અહી પાર્ક કરવામાં આવી હતી. બીજો વિસ્ફોટ એક આત્મઘાતી બોમ્બ હુમલાવરે કર્યો. હુમલાવરે ગઈકાલે નખીલ મૉલની બહાર વિસ્ફોટકોથી ભરેલો એક વાહન લાવીને વિસ્ફોટ કર્યો. 
 
અધિકારીએ કહ્યુ કે શરૂઆતની માહિતી મુજબ મરનારાઓની સંખ્યા ઓછામાં ઓછી 35 છે અને 28 લોકો ઘાયલ થયા છે. બગદાદના સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આ આંકડાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયના એક સૂત્રએ અપ્ણ આ હુમલા સાથે જોડાયેલ માહિતીઓની ચોખવટ કરી છે.  તેમણે જણાવ્યુ કે આ હુમલો સ્થાનીક સમય મુજબ અડધી રાત પહેલા થયો. આ મૉલ ગયા વર્ષે જ ખુલ્યો હતો.