બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભીકા શર્મા|
Last Modified: મંગળવાર, 16 જુલાઈ 2013 (18:05 IST)

રમઝાનના પવિત્ર મહિનામાં મુસલમાનો માટે હલાલ સર્ચ ઈંજન

P.R


પાકિસ્તાનના છાપા એક્સપ્રેસ ટિબ્યૂનના મુજબ હલાલગૂગલિંગમાં એવી ફિલ્ટર પ્રણાળીનો ઉપયોગ કરવામાં આવે છે જે ઈસ્લામ ધર્મમાં 'હરામ કે નિષિદ્ધ' મનાતી વસ્તુઓને બ્લોક કરે છે.

મતલબ આ સર્ચ ઈંજન પર લોકો 'પોનોગ્રાફી, ન્યૂડિટી, ગે, લેસ્બિયન, બાઈસેક્સુઅલ, ગેમ્બલિંગ કે ઈસ્લામ વિરોધી શબ્દો'ની સાથે સર્ચ નહી કરી શકે.

પણ જો કોઈને શૈક્ષણિક ઉદ્દેશ્યથી આ શબ્દો અને તેના વિશે જાણવુ છે તો તેને હલાલગૂગલિંગ આ માહિતી આપશે.


છાપાએ પોતાની રિપોર્ટમાં એક પ્રેસ વાર્તાના હવાલાથી કહ્યુ છે, 'દુનિયાના દોઢ અરબ મુસલમાન ઈંટરનેટ પર પીરસાતી સામગ્રીથી ચિંતિત હતા, તેમની ચિંતાએ આ પ્રકારની એક વેબસાઈટની જરૂરિયાતને જન્મ આપ્યો.'

શુ છે આની પ્રામાણિકતા જાણો આગળ


આ ઉપરાંત હલાલગૂગલિંગ પહેલાથી પ્રતિબંધિત વેબસાઈટોને પોતાના પરિણામમાંથી કાઢી નાખે છે.

આનો એક વિકલ્પ એ પણ અપાયો છે કે ઈંટરનેટ યૂજર ઈસ્લામી કાયદા મુજબ નિષેદ વસ્તુઓ વિશે રિપોર્ટ કરી શકે છે. કોઈ વેબસાઈટની અંદર કોઈ 'અનિચ્છીય પેજ'ને પણ હટાવવાની સુવિદ્યા આપવામાં આવી છે.

ઈમાન શેખે 'હલાલગૂગલિંગની પ્રમાણિકતા'ની તપાસ કરવા 'સેક્સી' શબ્દને એંટર કરીને તેના પરિણામો જાણવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યુ કે 'સેક્સી શબ્દ માટે હલાલગૂગલિંગે જે પરિણામ આપ્યા તે માહિતી આપનારા ઓછા અને ઉપદેશ આપનારા વધુ હતા'.

એવુ નથી કે હલાલગૂગલિંગ આ પ્રકારનો પ્રથમ પ્રયત્ન છે. આ પહેલા પણ ઈમહલાલડોટકોમ અને હલાલસર્ચ મુખ્ય છે.