શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: લોસ એંજિલિસ , મંગળવાર, 7 જૂન 2016 (10:32 IST)

હિલેરી રાષ્ટ્રપતિ પદના ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી મેળવવાની નિકટ

હિલેરી ક્લિંટન અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી મેળવવા માટે તૈયાર છે. કૈલિફોર્નિયાની મહત્વપૂર્ણ પ્રાઈમરી પહેલા બે પ્રાઈમરીમાં પોતાના પ્રતિદ્વંદી બનેલે સૈડર્સને હરાવી ચુકેલ હિલેરી નામાંકન જીતવા પર અમેરિકાની મોટી પાર્ટીની પ્રથમ મહિલા ઉમેદવાર બની જશે.  પૂર્વ વિદેશ મંત્રી હિલેરીએ પ્યૂર્તો રીકો અને યૂઈસ વર્જિન દ્વીપ સમૂહ પર સૈડર્સને જોરદાર માત આપી.  હિલેરીના એક નિકટના સહયોગીએ કહ્યુ કે કૈલિફોર્નિયા સહિત છ રાજ્યોમાં થનારા પ્રાઈમરી મતદાન પછી હિલેરી પાસે પર્યાપ્ત ડેલીગેટ રહેશે. 
 
હિલેરીને પર્યાપ્ત ડેલીગેટ્સ મળવાની વધુ શક્યતા 
 
હિલેરી ક્લિંટનના પ્રચાર અભિયાનના અધ્યક્ષ જૉન પોડેસ્ટાએ ફૉક્સ ન્યૂઝને જણાવ્યુ, અમને લાગે છે કે મંગળવારે રાત્રે એટલા ડેલીગેટ મળી જશે જેટલા હિલેરીને અમેરિકામાં કોઈ મોટી પાર્ટીની પ્રથમ મહિલા ઉમેદવાર બનવવા માટે જરૂરી છે. અમે તેની રાહ જોઈ રહ્યા છે.  હાલ હિલેરી પાસે 2354 ડેલીગેટ છે જે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી મેળવવા જરૂરી સંખ્યાબળ 2382થી 28 ઓછા છે.