શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 ઑક્ટોબર 2021 (15:42 IST)

Afghanistan: કંધારની શિયા મસ્જિદ પર મોટો હુમલો, શુક્રવારની નમાઝ દરમિયાન થયો બોમ્બ બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 7 લોકોના મોત

Kandahar Mosque Blast: અફઘાનિસ્તા
નના કંઘાર શહેરમાં ગુરુવારે મોટો હુમલો થયો છે. આ હુમલો અહીંની સૌથી મોટી મસ્જિદ પર થયો હતો. મસ્જિદની અંદર બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે, સ્થાનિક ટોલો ન્યૂઝે આ ઘટના બાબતની માહિતી આપી છે.(Attack on Mosque in Afghanistan). આ મસ્જિદ બીબી ફાતિમા મસ્જિદ અને ઇમામ બરગાહ તરીકે ઓળખાય છે. બોમ્બ વિસ્ફોટ શુક્રવારની નમાઝ દરમિયાન થયો હતો.
 
સ્થાનિક મીડિયા અનુસાર, સાક્ષીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધવાની આશંકા છે. સત્તાવાર રીતે મૃત્યુઆંક હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી (Bibi Fatima Mosque Attack). આ ઉપરાંત કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. બોમ્બ વિસ્ફોટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તે આત્મઘાતી હુમલો હોવાનું મનાય છે. તાલિબાને 13 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંદહાર પર કબજો કર્યો હતો.