ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (10:29 IST)

બલુચિસ્તાનમાં મોદીના નામના નારા, પાકિસ્તાની ઝંડો સળગાવ્યો

નવી દિલ્હી ખાતે લાલકિલ્લા ઉપરથી નરેન્દ્રભાઇએ બલુચિસ્તાનની સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરવા સાથે આ મુદો ઉઠાવતા પાકિસ્તાન હલબલી ગયું છે.  બલુચિસ્તાનમાં  લોકો મોદીના નામના નારા લગાવી રહ્યા છે. પાકિસ્તાનના ઝંડા સળગાવવાનું શરૃ થયુ છે.  બ્લોચ કાર્યકર્તાઓ ભારતને જ સાચો દોસ્ત માને છે.  બલુચી લોકો હવે પાકિસ્તાનથી એટલા ત્રાસી ગયા છે કે બાંગ્લાદેશની જેમ આઝાદી માગે છે.  પાકિસ્તાની લશ્કર બલુચો ઉપર અમાનુષી જુલ્મો વરસાવી રહેલ છે.  મોદીએ કરેલ પહેલને વિશ્વભરમાં વસતા બલુચી કાર્યકર્તા-નેતાઓ આવકારી રહ્યા છે