રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (13:01 IST)

ઈરાનમાં કોલસાની ખીણમાં વિસ્ફોટ, 30 લોકોના મોત, 17 ઘાયલ

મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં કોલસાની ખાણમાં શનિવારે રાત્રે 9 વાગે અકસ્માત સર્જાયો હતો. ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. ઈરાની મીડિયાના અહેવાલ મુજબ આ વિસ્ફોટમાં લગભગ 30 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે.
 
રિપોર્ટ અનુસાર કોલસાની ખાણમાં આ વિસ્ફોટ રાજધાની તેહરાનથી 540 કિલોમીટર દૂર તાબાસમાં થયો. કોલસાની ખાણમાં શનિવારે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. વિસ્ફોટ બાદ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ વિસ્ફોટ સમયે કોલસાની ખાણમાં લગભગ 70 લોકો કામ કરી રહ્યા હતા.
 
ઈરાનની ખાણોમાં અગાઉ પણ અકસ્માતો થયા છે
ઈરાનમાં કોલસાની ખાણમાં આ પ્રકારની દુર્ઘટના પહેલીવાર નથી થઈ, આ પહેલા પણ ઈરાનમાં સમયાંતરે આવી દુર્ઘટના થતી રહી છે. વર્ષ 2013માં બે અલગ-અલગ ખાણોમાં આ અકસ્માતોમાં 11 કામદારોના મોત થયાની ઘટનાઓ સામે આવી હતી. આ પહેલા વર્ષ 2009માં પણ સમયાંતરે અનેક ઘટનાઓ સામે આવી હતી, જેમાં 20 મજૂરોના મોત થયા હતા. 2017 માં, કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 42 લોકોના મૃત્યુ થઈ હતી.
.