મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (11:48 IST)

ઈંડોનેશિયા જેલમાં આગથી 41 કેદીઓની મોત 39 બળ્યા

જકારતા- ઈંડોનેશિયાની રાજધાનીની પસે બુધવારે વહેલી સવારે એક જેલામાં આગ લાગવાથી ઓછામાં ઓછા 41 કેદીઓની મોત થઈ 39 બીજા બળી ગયા. ન્યાય મંત્રાલયના સુધાર વિભાગએ પ્રવક્તા રિકા અપરિઆંતીએ કહ્યુ કે આ આગ રાજધનીના બાહરી ક્ષેત્રમાં સ્થિત તાંગેરાંગ જેલના સી બ્લૉકમાં લાગી. આ જેલમાં માદક પદાર્થની તસ્કરીથી સંકળાયેલા અપરાધીઓને રખાય છે અધિકારી આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યા છે. 
 
તેણે જણાવ્યુ કે આ જેલની ક્ષમતા 1225 કેદીઓને રાખવાની છે પણ અહીં 2000 થી વધારે કેસીઓને રખાયુ છે. આગ લગવાના સમયે જેલના સી બ્લૉકમાં 122 કેદી હતા. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સૈનિકોને આગ બુઝાવવાના કામમાં લગાવ્યો. પ્રવકતાએ જણાવ્યુ કે કલાકોની મેહનત પછી આગ પર કાબૂ મેળવ્યો અને બધા કેદીઓને હોસ્પીટલ પહોંચાડ્યા.