સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2017 (10:52 IST)

સ્વીડનમાં ટ્રક હુમલામાં 4ના મોત, પ્રધાનમંત્રીએ જણાવ્યો આતંકી હુમલો

સ્વીડનને રાજધાની સ્ટૉકહોમમાં એક વ્યક્તિએ ભીડવાળા એક વિસ્તારમાં લોકો પર ટ્રક ચઢાવી દીધી. જેનાથી 4 લોકોના મોત થઈ ગયા અને 15 અન્ય ઘાયલ થઈ ગયા. સ્વીડનના પ્રધાનમંત્રીએ તેને આતંકી હુમલો કહ્યુ છે.  ઘટનાના દોષી હુમલાવરની શોધમાં વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે અને મામલામાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે દેશની સંસદ સહિત પાસની બિલ્ડિંગો થોડાક કલાક માટે બંધ કરવામાં આવી. પ્રમુખ રેલ સ્ટેશન અને અનેક મોટા મૉલ પણ ખાલી કરાવી કરાવી લીધા. 
 
ભારતીય દૂતાવાસના પ્રમાણે તમામ ભારતીયો સુરક્ષિત છે. સ્વીડનના વડાપ્રધાન સ્ટેફાન લોફવેને કહ્યું હતું કે તમામ સંકેતો આતંકવાદી હુમલાના છે. આ ઘટના સંદર્ભે એક વ્યકિતની ધરપકડ કરાઈ છે. આ ટ્રક ટેરરની ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અનેક નેતાઓએ નિંદા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત દુઃખની આ ક્ષણે સ્વીડનના લોકોની સાથે મજબૂતીથી સાથે ઊભું છે. અન્ય રિપોર્ટસ પ્રમાણે ગોળીબારના અવાજો પણ સંભળાયા હતા. ટ્રક એટેક થયો એ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે.
 
પોલીસ આ ઘટનાને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે. ડાઉનટાઉન એરિયામાં રહેતા લોકોમાં આ ઘટનાથી ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. સ્ટોકહોમ સેન્ટ્રલ સ્ટેશન અને સબ વેને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યો છે. પોલીસે જોકે, કહ્યું હતું કે હુમલાના વિસ્તારમાં ફાયરિંગની કોઈ ઘટના નોંધાઈ નથી.