શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 જાન્યુઆરી 2025 (09:42 IST)

કનાડાથી મોટા સમાચાર, PM પદ પરથી રાજીનામુ આપશે જસ્ટિન ટ્રુડો, જલ્દી થઈ શકે છે એલાન

કનાડાથી મોટા રાજનીતિક સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પોતાના જ દેશમાં મોટુ રાજનીતિક દબાણનો સામનો કરી રહેલ કનાડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો રાજીનામુ આપવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સનુ માનીએ તો જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં કનાડાના સંબંધો ભારત સહિત અનેક અન્ય દેશો સાથે ખરાબ થયા છે. ભારતના હિસાબથી આ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે.  

ઉપ પ્રધાનમંત્રી આપી ચુક્યા છે રાજીનામુ  
તાજેતરના સમયમાં કેનેડામાં જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકારની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. આ પહેલા ટ્રુડો સરકારના સૌથી શક્તિશાળી મંત્રી અને નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે પણ રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામું ટ્રુડો માટે મોટો ઝટકો માનવામાં આવે છે. તેઓ દેશના નાણામંત્રીનું પદ પણ સંભાળી રહ્યા હતા.
 
ટ્રમ્પે ટ્રુડોની મજાક ઉડાવી હતી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાજેતરમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે ટ્રુડોને કેનેડાના ગવર્નર ગણાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુડોને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઓફર કરી હતી. હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો કેનેડાની સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ત્યાંથી અમેરિકા આવતા ગેરકાયદે ડ્રગ્સના પ્રવાહને રોકવામાં નિષ્ફળ જશે, તો કેનેડા પર 25 ટકા ડ્યુટી (ટેક્સ) લાદવામાં આવશે. ટ્રુડોએ આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ પ્રકારની ફી કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરશે.
 
વાસ્તવમાં કેનેડામાં બુધવારે લિબરલ પાર્ટી કોકસનું આયોજન કરવામાં આવશે. આ પહેલા જસ્ટિન ટ્રુડોના રાજીનામાની જાહેરાત થઈ શકે છે. લિબરલ પાર્ટી નવા નેતૃત્વની શોધમાં છે ત્યારે ટ્રુડો વચગાળાના નેતા તરીકે રહેશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, જસ્ટિન ટ્રુડો સરકારના મુખ્ય સાથી NDP નેતા જગમીત સિંહે કહ્યું હતું કે તેઓ લઘુમતી લિબરલ સર