શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (09:22 IST)

કાબુલ એયરપોર્ટનાની પાસે 7 ધમાકાથી, અત્યાર સુધી 72ની મોત

અફગાનિસ્તાની રાજધાની કાબુલમાં ઘણા ધમાકા પછી સ્થિતિ બગડી રહી છે. ગુરૂવારે કાબુલ એયરપોર્ટ પર કુળ સાત બમ ધમાકામાં 12 અમેરિકી નૌસેનિકો સાથે અત્યાર સુધી 72 લોકોની મોત થઈ ગઈ છે. મરનારા બાકીના 60 લોકોના અફગાન નાગરિક થવાનો અંદાજો છે. તે સિવાય એક હોસ્પીટલમાં અન્ય 60 ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. બે અમેરિકી અધિકારીઓએ કહ્યુ કે અમેરિકી સેના 60 થી વધારે 
 
સૈનિક ઈજાગ્રસ્ત થયા છે અને તેની સંખ્યા વધી શકે છે. તેમજ રૂસના વિદેશ મંત્રાલયએ કહ્યુ કે એયરપોર્ટની પાસે બે આત્મઘાતી હુમલા અને બંદૂકધારીએ ભીડને નિશાનો બનાવીને હુમલો કર્યો છે. 
 
અફગાનિસ્તાની પર તાલિબાનના કબજા બાદ ભારત, અમેરિકા સહિત અનેક દેશમોટા સ્તર પર રેસક્યુ મિશન ચલાવી રહ્યા છે. અત્યાર સુધી અફગાનિસ્તાનથી હજારો નાગરિકોને સકુશળ બચાવવામાં આવી ચુક્યા 
 
છે. આ દરમિયાન ગુરૂવારે સાંજે કાબુલ એયરપોર્ટ પર બ્લાસ્ટ થયો છે. તેમા અનેક લોકોના મરવા અને ઘાયલ થવાની આશંકા બતાવાય રહી છે.
 
અમેરિકી સંરક્ષણ મંત્રાલયે પણ કાબુલ એરપોર્ટના ગેટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી છે. અમેરિકા રક્ષા મંત્રાલયના સચિવ જોન કિર્બીએ કહ્યું કે, કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો ધમાકો થયો છે. હજુ સુધી 
 
મરનારાઓની સંખ્યાની કોઈ ચોક્કસ માહિતી નથી મળી.
 
ગેટ પર બ્લાસ્ટ થયા બાદ સમગ્ર એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી રહ્યા છે. આના થોડા સમય પહેલા જ કાબુલ એરપોર્ટ પરથી 
 
ઉડાન ભર્યા બાદ ઇટાલિયન સૈન્ય વિમાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઇટાલિયન સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 
 
જોકે રાહત વાત એ હતી કે ફાયરિંગને લીધે વિમાન અને તેના પર બેસેલા લોકોને કોઈ નુકસાન થયું નથી.