ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2023 (08:25 IST)

Pakistan Blast: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં જોરદાર વિસ્ફોટ, 50થી વધુના મોત, 150 ઘાયલ

Pakistan Blast: પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે JUI-F કોન્ફરન્સમાં થયેલા વિસ્ફોટની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ ઈસ્લામ, પવિત્ર કુરાન અને પાકિસ્તાનના અનુયાયીઓને નિશાન બનાવ્યા હતા.
 
પાકિસ્તાનમાં એક વાર ફરીથી મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બોમ્બ વિસ્ફોટમાં 50 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સાથે જ આ બોમ્બ બ્લાસ્ટને કારણે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠક યોજાઈ રહી હતી. આ મીટીંગમાં હાજરી આપવા ઘણા કાર્યકરો આવ્યા હતા.