બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (13:21 IST)

Suicide Song: આ ગીત સાંભળીને વિશ્વભરમાં 200 થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી

Hungarian Suicide Song: તમે ઘણા ગીત સાંભળ્યા હશે હંસાવનારા-રડાવતા પણ આજે અમે તમને એક એવા ગીત વિશે જણાવી રહ્યા છે. જેને સાંભળાનીને લોકોએ મોતને ભેટ્યા હતા. આ ગીતનું ટાઇટલ હતું 'ગ્લુમી સન્ડે' એટલે કે આ ગીત એટલું નિરાશાજનક હતું કે તેને સાંભળીને વિશ્વભરમાં 200 થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી.

આ ગીતને વિશ્વના સૌથી અપશકુનિયાત  (The Hungarian Suicide Song) ગીતોમાંનું એક માનવામાં આવે છે. તમે જાણીને આશ્ચર્ય થશે કે આ ગીતનુ આટલુ ડર હતુ કે તેને સાંભળવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને 62 વર્ષ પછી સુધી આ પ્રતિબંધ ચાલુ રહ્યો હતો. આ ગીતને હંગરીના ગીતકાર રેજસો સેરેઝ (Rezso Seress)એ બનાવ્યો હતો. રેજસોએ વર્ષ 1933માં ગ્લૂમી સંડે (Gloomy Sunday) કે સેડ સંડે (Sad Sunday) ના નામથી આ ગીતને બનાવ્યો હતો. તેણે આ ગીતને મોહબ્બતથી જોડીને બનાવ્યો હતો. પણ આ ગીતમાં એટલું દર્દ હતું કે જે સાંભળે તે આપોઆપ રડી જતો.