શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 26 માર્ચ 2024 (16:13 IST)

Video- અમેરિકાના બ્રિજ સાથે જહાજ અથડાયું, ઘણા વાહનો પાણીમાં પડ્યા

Francis Scott Bridge
Francis Scott Bridge- અમેરિકાના મેરીલેન્ડમાં સોમવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો છે. અહીં બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે એક મોટું માલવાહક જહાજ અથડાયું હતું. અકસ્માતમાં પુલનો એક ભાગ તૂટીને પાણીમાં પડી ગયો હતો.
 
પુલ પર જતા વાહનો પણ પુલ નીચે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જહાજ પુલ સાથે અથડાતા અરાજકતા સર્જાઈ હતી. આ અકસ્માત રાત્રે લગભગ 1.30 વાગ્યે થયો હતો.
 
જહાજની ટક્કરથી બ્રિજમાં આગ લાગી હતી
માલવાહક જહાજ પુલની નીચે જતા સમયે તેનો ઉપરનો ભાગ પુલ સાથે અથડાયો હતો. જહાજ પુલ સાથે અથડાયા બાદ અચાનક પુલ પર પણ આગ લાગી હતી. આથી અરાજકતા અને હોબાળો સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ત્રણ કિલોમીટર લાંબા પુલનો એક ભાગ નદીમાં પડી ગયો હતો
બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ બ્રિજનો એક ભાગ નદીમાં પડી ગયો છે. અકસ્માતને કારણે વાહનો પણ પુલ પરથી નદીમાં પડ્યા હતા, પરંતુ સદનસીબે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
 
કન્ટેનર જહાજ શ્રીલંકા જઈ રહ્યું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે જે જહાજ અથડાયું તે કન્ટેનર જહાજ હતું. આ જહાજનું નામ 'ડાલી' હતું. આ જહાજ બાલ્ટીમોરથી શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. આ દરમિયાન બાલ્ટીમોર બ્રિજ નીચેથી પસાર થતી વખતે જહાજ પુલ સાથે અથડાયું હતું.

Edited By- Monica Sahu