શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 19 નવેમ્બર 2016 (15:04 IST)

પાકિસ્તાને ભેગા કર્યા 140 પરમાણુ હથિયાર, ગમે ત્યારે મચાવી શકે છે મોટી તબાહી

પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા વધારી રહ્યુ છે. અહી સુધી કે તેણે હુમલા માટે લગભગ 130થી 140 હથિયારોનો જથ્થો તૈયાર કર્યો છે. આ એફ-16 સહિત કેટલાક લડાકૂ વિમાનોને પણ પરમાણુ લાયક બનાવી રહ્યુ છે. 
 
અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોએ બુલેટિન ઑફ એટોમિક સાયંટિસ્ટ્સએ પોતાની તાજી રિપોર્ટમાં આ દાવો કર્યો છે. 
 
પરમાણુ હથિયારને સતત વધારી રહ્યુ છે પાકિસ્તાન 
 
હંસ એમ ક્રિસ્ટેંસેન અને રોબર્ટ એસ નોરિસની લખેલી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનની સૈન્ય છાવણીઓ અને વાયુસેના અડ્ડાઓની વાણિજ્યિક ઉપગ્રહ તસ્વીરો પરથી મળેલી મોટી સંખ્યામાં વિશ્લેષણથી મોબાઈલ લૉન્ચર અને ભૂમિગત સુવિદ્યાઓ જોવા મળે છે જે પરમાણુ હથિયારથી જોડાયેલા હોઈ શકે છે. 
 
પાકિસ્તાની પરમાણુ બળ 2016 નામના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયાર વધારવા ચાલુ રાખ્યા છે. પરમાણુ હથિયારમાં વપરાનારી વસ્તુઓનુ ઉત્પાદન કરનારા ઉદ્યોગ વધારી રહ્યુ છે. અમારુ અનુમાન છે કે પાકિસ્તાન પાસે હવે 130થી 140 હથિયારોનો જથ્થો છે.  
 
2025 સુધી ચોંકાવનારા આંકડા 
 
અમેરિકી વૈજ્ઞાનિકો મુજબ ચાર પ્લૂટોનિયમ ઉત્પાદન રિએક્ટર અને તેના બે યૂરેનિયમ સંવર્ધન સુવિદ્યાઓના વિસ્તારથી પાકિસ્તાનના જત્થામાં આગામી 10 વર્ષમાં વધુ વધારો થશે. 
 
જો કે આ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે લગભગ 350 હથિયારોના જત્થા સાથે હવેથી એક દસકામાં પાકિસ્તાન દ્દુનિયાનુ ત્રીજુ સૌથી વધુ પરમાણુ હથિયારવાળો દેશ બનશે એવુ કહેવુ અતિશયોક્તિ થઈ જશે. 
 
એવુ કહેવાય છે કે જો વર્તમાન પ્રવૃત્તિ ચાલુ રહી તો તેનો જત્થો 2025 સુધી વધીને 220થી 250 હથિયારોનો થઈ શકે છે.