ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (13:04 IST)

Joe Biden : કોણ છે જો બાઈડેન, 50 વર્ષ પછી બન્યા અમેરિકી રાષ્ટ્રપતિ - ભારત માટે સારુ કે ખરાબ

અમેરિકાના નવા રાષ્ટ્રપતિની આતુરતાનો અંત આવી ગયો છે જે બાઈડેન જોર્જિયા, પેંસિલ્વેનિયા, નેવાદા અને એરિજોનાના મુખ્ય યુદ્ધના મેદાનમાં ડોનાલ્ડ ટ્ર્મ્પ પર બઢત મેળવ્યા પછી અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. વોટોની ગણતરી દરમિયાન ડોનાલ્ડ ટ્ર્મ્પે બાઈડેન પર કેસ કરવાની ધમકી આપી હતી. જો બાઈડેન 290 ઈલેક્ટોરલ કૉલેજ વોટ (કુલ વોટ  7,48,61,262) મળ્યા. જ્યારે કે જીત માટે 270 વોટ જોઈતા હતા.  બહુમતથી વધુ વોટ મેળવીને જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. હવે જો બાઈડેન અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની શપથ લેશે. 
 
 કોણ છે જો બાઈડેન ? (Who Is Joe Biden) 
 
જો બાઈડેનનુ પુરૂ નામ જોસેફ જો બાઈડેન છે. બાઈડેનની વય 77 વર્ષની છે. જો બાઈડેનનો જન્મ નવેમ્બર 1942માં થયો હતો. ત્યારે ભારતમાં અંગ્રેજો ભારત છોડો આંદોલન ચલવી રહ્યા હતા. જો  બાઈડેન બરાક ઓબામાના પૂર્વ ઉપાધ્યક્ષ રહ્યા છે અને 2020ના રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક ઉમેદવાર બનીને જીતી ચુક્યા છે.  બાઈડેન સિરૈક્યુજ યૂનિવર્સિટી કોલેજ ઓફ લૉ ના સ્નાતક છે, સ્નાતક કરવાના એક વર્ષ પછી ડેલાવેયર બાર પરીક્ષા પાસ કરી છે. તેમણે કાઉંટી પરિષદના માટે ઘણો અભ્યાસ કર્યો. અમેરિકી સીનેતમાં રહેતા બાઈડેને ન્યાયપાલિકા સમિતિ અને વિદેશી સંબંધ સમિતિમાં સેવા કરી, કાયદા અને રાષ્ટ્રીય સુર ક્ષાના મામલામાં એક મહત્વપૂર્ણ અનુભવનુ નિર્માણ કર્યુ.  
ka
જો બાઈડેનનો જીવન પરિચય  (Joe Biden Biography In Gujarati)
 
નામ - જોસેફ જો બાઈડેન
પત્ની - નેલિયા (નિધન)
પુત્રી - નાઓમી (નિધન)
પુત્ર - બીયૂ (નિધન) અને હંટર
બીજી પત્ની - જિલ જૈકબ્સ 
કમાણી - 15 મિલિયન (અંદાજીત) 
 
જો બાઈડેનનો પરિવાર પત્ની/પુત્ર/પુત્રી  (Joe Biden family/Joe Biden Wife Daughter & Son) 
 
જો બાઈડેનની પહેલી પત્ની નેલિયા પુત્રી નાઓમીને 1972માં કાર દુર્ઘટનામાં મોત થઈ ગયુ. તેમના બે પુત્ર છે હંટર અને બ્યુ. ડેમોક્રેટિક રાઈજિંગ સ્ટાર બ્યૂનુ 46ની વયે 2015માં બ્રૈન કૈસરથી મોત થઈ ગયુ.  જો બાઈડેને પાંચ વર્ષ પછી 1977માં જિલ જૈકબ્સ સાથે લગ્ન કર્યા. 
 
બાઈડેનની કુલ કમાણી (Joe Biden Net Worth) 
યુએસ રાષ્ટ્રપતિ  જો બાઈડેનની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો  2019 માં જાહેર થયેલા નાણાકીય દસ્તાવેજો અનુસાર, બાઈડેન અને તેમની પત્નીની કુલ કમાણી 15 મિલિયન યુએસ ડોલરથી વધુ છે.
 
બાઈડેનનો અનુભવ - જો બાઈડેન 3 નવેમ્બરે  78મી ચૂંટણી જીતીને તેઓ સૌથી મોટી વયના રાષ્ટ્રપતિ બની ગયા છે. બાઈડેન ખૂબ અનુભવી છે.  બાઈડેને અમેરિકી સીનેટમાં છ કાર્યાલય અને ઉપરાષ્ટ્રપતિના રૂપમાં બે કાર્યકાળ માટે કામ કર્યુ છે. વૈશ્વિક સંકટ વચ્ચે, બાઈડેન રાષ્ટ્રપતિ ટ્ર્મ્પના પદભાર ગ્રહણ કરતા પહેલા સેવામાં કમી વિરુદ્ધ પોતાના સરકારી અનુભવનો લાભ ઉઠાવવા માંગે છે.  તેમની પાસે આઠ વર્ષનો ઓબામા નીતિનો અનુભવ પણ છે. 
 
બાઈડેન કોરોનાને લઈને ચિંતિત 
 
ચૂંટણી સમયે, બાઈડેને કોરોનાવાયરસ સંકટનો સામનો કરવાની સલાહ આપી છે, જેમા COVID-19 પરીક્ષણોને સ્વતંત્ર અને સહેલાઈથી સુલભ બનાવવુ સામેલ છે. તેમણે ભવિષ્યના વૈક્સીનને યથાસંભવ સસ્તા બનાવવાની વકાલત કરી અને આદર્શ રૂપથી, રોગીઓને મફત વૈક્સીન લગાવવામાં આવશે. 
 
બાઈડેન ભારત માટે સારા કે ખરાબ ?
 
ભારત બાઈડેનને લઈને બે મતોમાં વહેંચાયુ છે. એક ભાગ બાઈડેનને યોગ્ય તો બીજો ભાગ અયોગ્ય માને છે. બાઈડેનના નિવેદનો મુજબ તે જમ્મુ કાશ્મીર અને એનઆરસી-સીએએને કારણે ભારતતહી અસંતુષ્ટ છે. પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર ફોરેન પોલીસીને લઈને બાઈડેનનો દ્રષ્ટિકોણ એકદમ અલગ છે. એક દૂરદર્શી નેતા હોવા સાથે બાઈડેન આંતરરાષ્ટ્રીય મુદ્દાને ખૂબ ઊંડાઈથી જુએ છે. કોઈ દેશની આંતરઇક નીતિમાં તે વધુ દખલ કરતા નથી. જ્યારે કે ટ્રમ્પે ભારતનો સાથ આપતા અનેકવાર ભારતને નુકશાન પહોંચાડ્યુ છે.  આવામાં બાઈડેન ખૂબ સમજી વિચારીને નિર્ણય કરવામાં વિશ્વાસ કરે છે.