રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બીજિંગ. , શનિવાર, 1 ઑક્ટોબર 2016 (14:47 IST)

ભારત વિરુદ્ધ ચીન-પાકનું ષડયંત્ર, બ્રહ્મપુત્રની સહાયક નદીનુ પાણી રોક્યુ

ચીને તિબ્બતમાં પોતાના સૌથી મોટા હાઈડ્રો પ્રોજેક્ટ માટે બ્રહ્મપુત્ર નદીની એક સહાયક નદીને બંધ કરી દીધી છે. ભારત માટે આ ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. કારણ કે ચીનના આ પગલાથી ભારતના અસમ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમા પાણીની આપૂર્તિમાં કમી આવી શકે છે. 
 
ચીનની સરકારી ન્યૂઝ એજંસી શિન્હુઆ મુજબ બ્રહ્મપુત્ર નદી પર બની રહેલ ચીનના આ  હાઈડ્રો પ્રોજેક્ટ પર લગભગ 740 મિલિયન ડોલરનુ રોકાણ આવશે.  જેને કારણે ચીને આ નદીને રોકી દીધી છે. આ પ્રોજેક્ટ તિબ્બતના જાઈગરમાં છે જે સિક્કિમના નિકટ પડે છે. જાઈગસથી જ બ્રહ્મપુત્ર નદી અરુણાચલમાં વહેતા પ્રવેશ કરે છે. 
 
ચીન આ હરકત એવા સમયે કરી રહ્યુ છે જ્યારે ભારતે ઉડીમાં સેના મુખ્યાલયમાં થયેલ આતંકી હુમલા પછી પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી પર સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. આવામાં ચીનનુ આ નવુ વલણ આ આશંકાને જન્મ આપે છે કે ક્યાક તે પાકિસ્તાન સાથે મળીને ભારત પર દબાણ બનાવવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યુ ?  જો કે ચીને  ભારત-પાકની વચ્ચે ચાલી રહેલ તનાવને લઈને કોઈનો પક્ષ નથી લીધો અને વાતચીત દ્વારા મુદ્દાનો હલ કાઢવાની અપીલ કરી છે. 
 
આ પ્રોજેક્ટનુ નિર્માણ કાર્ય જૂન 2014માં શરૂ થયુ હતુ અને 2019માં તેનુ નિર્માણ કાર્ય પુર્ણ થવાનું  છે. આ વર્ષે માર્ચમાં જળ સંસાધન રાજ્ય મંત્રી સાંવર લાલ જાટે કહ્યુ હતુ કે ચીનના આ નિર્માણથી ભારત પર પડનારા પ્રભાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા ચીન સાથે વાત કરી છે.  જો કે બંને દેશ વચ્ચે કોઈ જળ સંધિ નથી.  પણ બંને દેશોએ સીમા તરફથી વહેનારી નદીઓને લઈને વિશેષ સ્તરની એક મેગેઝીન તૈયાર કરી છે.