સોમવાર, 28 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 14 જુલાઈ 2016 (17:08 IST)

ગરીબોને 48 રૂપિયે કિલો તેલ અપાશે

કાળી મોંઘવારીએ હાલ માજા મુકી છે અને શાકભાજીથી લઈને જીવનજરુરી તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે બે ટંક જમવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે ત્યારે રાજ્ય સરકારે ગરીબ વર્ગના લોકોને રાહત આપતા બીપીએલ અને અત્યોંદય કાર્ડધારક પરિવારોને ૪૮ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાદ્ય તેલ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી રાજ્યમાં તેલ સહિત વિવિધ ચીજવસ્તુઓના ભાવ અંકુશમાં ન આવે ત્યાં સુધી આ દરે બીપીએલ કાર્ડધારકોને ૪૮ રૂપિયા પ્રતિ કિલોના દરે ખાદ્ય તેલ આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યના ૩૩ લાખ લોકોને મળશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે સિંગતેલ ઉપરાંત કપાસિયા તેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.