ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

જાણો નરેન્દ્ર મોદીએ ત્રિચિના ભાષણમાં શુ શુ કહ્યુ ...

ભોપાલની વિશાળ રેલી પછી આજે નરેન્દ્ર મોદી તમિલનાડુમાં વિશાળ લાલકિલ્લાના પ્રતિકૃતિ રૂપે બનાવેલ સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા છે.. રજૂ છે તેમના મુખ્ય અંશ
-
P.R


- હું તમારો ખૂબ ખૂબ આભારી છુ, આ યુવા શક્તિનો હુ ખૂબ ખૂબ આભારી છુ, હુ તમે મુઠ્ઠીવાળીને વંદેમાતરમ બોલો અને આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપો.

- આ પરિવર્તનની આંધી જોવા મળી રહી છે. આ નવયુવાનોની તાકત દિલ્હીને ઠેકાણે લગાવીને રહેશે તે હુ જોઈ રહ્યો છુ

- હુ તમિલનાડુમાં પહેલા પણ આવ્યો પણ મે આ પહેલા આટલી વિશાળ જનસભા ક્યારેય નથી જોઈ. હુ કહીશ કે આની પાછળ એક એક બ્રિઝ છે અને આ બ્રિજની પાછળ છે એક ગ્રાઉંડ. આ બ્રિજની પેલે પાર હજારો યુવાનો એવા પણ બેસ્યા છે જેઓ નથી મને જોઈ શકતા કે નથી હુ તેમને જોઈ શકતો હુ એ યુવાનોની ક્ષમા માંગુ છુ કે મેદાન નાનુ પડી ગયુ પણ અમારુ દિલ નાનુ નથી અમારા દિલમાં તેમને માટે કાયમ સ્થાન રહેશે.
P.R

- મારા અને તમારા વગર કોંગ્રેસને સારી રીતે ઓળખનાર કોઈ હોય તો એ છે મહાત્મા ગાંધી. તેઓ કોંગ્રેસના ડિવિઝનલ ડીએનએ ને સારી રીતે ઓળખી ગયા હતા તેમની ઈચ્છા હતી કે ભારતને કોંગ્રેસ મુક્ત બનાવો. તેથી આ દેશને બચાવવા માટે સંકલ્પ કરો કે કોંગ્રેસ મુક્ત ભારત.

- આ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ હિન્દુ-મુસ્લિમ વચ્ચે લડાઈ કરાવીને દેશને બરબાદી તરફ વાળ્યુ. તેમણે જતિના નામ પર ફોરવર્ડ અને બેકવર્ડના નામ પર દેશના નાગરિકોને લડાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કોંગેસની પાર્ટી ડિવિઝનલ છે.

- કોંગ્રેસ પાર્ટીએ ભાઈને ભાઈ સાથે લડાવ્યો છે. હિન્દુસ્તાનને બચાવવાનુ છે હિન્દુસ્તાનને આગળ વધારવુ હોય તો આપણે આ ડિવિઝિન કોંગ્રેસને કાયમ માટે હટાવવી પડશે.

- દેશ જ્યારે આઝાદીનો જંગ લડી રહી હતી ત્યારે આ જ કોંગ્રેસ છે જેને દેશના બે ટુકડા કરી નાખ્યા, હિન્દુસ્તાની શાસનનીતિને પણ બે ટુકડામાં વહેંચી નાખ્યા. કાશ્મીર માટે જુદા પ્રધાનમંત્રી, પાકિસ્તાન માટે જુદી નીતિ, તેમને એક જ દેશને બે ભાગમાં વહેંચી નાખ્યો છે.

- આ દેશની એકતાને કાયમ રાખવી હોય કોંગ્રેસને હટાવો કારણ કે કોંગ્રેસની નીતિ તો દેશની ભાગલા કરો અને રાજનીતિ કરો વાળી છે, તેમની મેંટાલિટી ડિવિજ્યુઅલ નીતી રાજનીતિ છે.

- હું તમને એક વાત કહેવા માંગુ છુ કે હુ ત્રણ વર્ષથી પ્રધાનમંત્રીને ચિઠ્ઠી લખતો રહ્યો છુ. તેમને આધાર કાર્ડને લઈને ચેતાવણી આપી હતી કે ગુજરાત સીમા પર આવેલો છે, જો તમે આ રીતે કોઈને પણ આધારકાર્ડ આપશો તો કોઈપણ દેશનો દુશ્મન દેશમાં સહેલાઈથી ઘુસી જશે. આધારકાર્ડના નામ પર આ દેશ પર તમે કોઈ નવુ સંકટ લાવશો, તમે આ વિશે વિચારો, પણ તેમણે ન વિચાર્યુ પણ સુપ્રીમકોર્ટે તેમને દંડો માર્યો ત્યારે તેમને ભાન થયુ.

- મિત્રો બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટનો આધાર કાર્ડ પર નિર્ણય આવ્યો. જે આધાર કાર્ડ પર કોંગ્રેસ એવી નાચી રહી હતી તેને લઈને સુપ્રીમ કોર્ટે કેદ્ર સરકારને ફટકાર પડી. હુ પ્રધાનમંત્રીને પૂછવા માંગુ છે કે આ આધારકાર્ડના રૂપિયા ક્યા ગયા, કોણા ખિસ્સામાં ગયા ? શુ કોઈ જવાબ છે ?
P.R

- - મિત્રો આજે દિલ્હીમાં ઘણા વીજળી પેદા કરનારા કારખાના બંધ પડ્યા છે, શુ આ સ્થિતિને બદલી નથી શકાતી પણ દિલ્હી સરકારને તેમા રસ નથી. તેમને તો એમા જ રસ છે જેમા કરપ્શન કરી શકાય પણ દેશનુ ભલુ ન કરી શકાય.

- મિત્રો હુ તમને કહુ છુ કે તમારા દાદા, પિતા કે ભાઈને મજબૂરીમાં જીવન વિતાવવુ પડ્યુ હશે પણ તમે એવો સંકલ્પ કરો કે તમને મજબૂરીમાં જીવન ન વીતાવવુ પડે તમને રોજગાર મળે એવી સરકાર આ દેશમાં આવે.

- દેશના આર્થિક વિકાસ જો રોડમેપ બનાવે તો તેમા દેશના યુવાનો હોવા જોઈએ, આપણા દેશના વિકાસના યુવાનોના સ્કીલનો ઉપયોગ થવો જોઈએ, દેશમાં નાના નાના ઉદ્યોગોની જાળ બિછાવવી જોઈએ જેથી દેશના યુવાનોને ક્યારેય કોઈની જોડે રૂપિયાની ભીખ ન માંગવી પડે.

વધુ આગળ

P.R
-

આ દેશના આર્થિક પંડિતોનુ કહેવુ છે કે આજે હિન્દુસ્તાનની આર્થિક સ્થિતિ છે જે આવનારા પાંચ વર્ષો સુધી આવી જ બની રહી તો તે હિન્દુસ્તાનના જે યુવાનો આજે રોજગાર કમાવી રહ્યા છે તે બેરોજગાર થઈ જશે અને હિન્દુસ્તાનની મહિલાઓ ભીખ માંગતી જોવા મળશે.

- દિલ્હીમાં એક એવી સરકાર બેસી છે જેને ભારતના રૂપિયાને પણ કમજોર કરી નાખ્યો. જો દિલ્હીમાં આ સરકાર રહી તો આપણે આવતીકાલે રૂપિયાને સૂક્ષ્મદર્શક યંત્રથી શોધવો પડશે.

- દેશમાં એક એવી સરકાર છે જેના રહેવાથી આ દેશના નાગરિકો સલામત નથી, કેરલ હોય કે ગુજરાત હોય કે તમિલનાડુ આપણા માછીમારો સલામત નથી. આપણા જવાનો સલામત નથી, આવી સ્થિતિમાં આવી સરકારને ઉખાડીને ફેંકી દેવી જોઈએ.

- પ્રધાનમંત્રીજી આ દેશ તમારી પાસે જાણવા માંગે છે કે શુ હિન્દુસ્તાનનુ સન્માન તમારી પ્રાથમિકતા છે કે દેશના યુવાનો તમારી પ્રાથમિકતા છે કે પછી દુનિયાના દબાણમાં આવીને તમે આ રીતે પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર થાવ એ તમારી પ્રાથમિકતા છે.

- સ્નોડેન પર આરોપ લાગ્યો કે અમેરિકાની કેટલીક જાસૂસી વાતો લીક કરી દીધી છે તેને દેશદ્રોહ કર્યો છે. ત્યારે અમેરિકન ગર્વમેંટ સ્નોડેનને અરેસ્ટ કરવા માંગતી હતી. તે ભાગીને રશિયા ગયો. આ વાતથી નારાજ થઈને ઓબામા રશિયા જવાના હતા ત્યારે તેમને રશિયામાં જવાનુ કેંસલ કરીને રશિયાને સંદેશ આપ્યો કે તમે અમારા દુશ્મનને પનાહ આપી છે તેથી તમે અમેરિકાના મિત્ર નથી.

- જ્યારે દેશના ગૌરવની વાત હોય છે ત્યારે એ દેશ પોતાના ગૌરવ માટે ઉભો થઈને કોઈની પણ પરવા નથી કરતો


- જ્યારે બ્રાઝિલને ખબર પડી કે બ્રાઝિલની ગતિવિધિઓ પર અમેરિકા નજર રાખી રહી છે તો બ્રાઝિલ જેવા નાનકડા દેશે અમેરિકાના ડેલિગેશનનુ બ્રાઝિલની ઘરતી પર સ્વાગત કરવાની ના પાડી દીધી હતી અને સીધો સીધો અમેરિકાને જવાબ આપી દીધો હતો.

- પ્રધાનમંત્રીજી આ ના તો હું બોલી રહ્યો છુ કે ના તો ભાજપની સરકાર બોલી રહી છે આ તમિલના યુવાનો બોલી રહ્યા છે.

- હુ તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છુ. આપણા સેનાના જવાનોને મારી દેવામાં આવે છે, આપણા નિર્દોષ નાગરિકોને મારી દેવામાં આવતા હોય શુ એવા સમયે આપણા પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે વાત કરવી જોઈએ ? બધાએ એક સાથે જવાબ આપ્યો નહી..

- મિત્રો આજે આપણા દેશમાં 100 કરોડની જનતા હોવા છતા વિદેશી ઈટાલીયનોની સરકાર આપણા માછીમારોને ગોળી મારી જાય છે. શુ આપણે આટલા દુર્બળ છે. આપણે હાથમાં હાથ મુકીને બેસી રહીએ અને મોઢા પર તાળુ મારીને આ દેશને આ પ્રકારની યાતનાઓ ભોગવવા મજબૂર કરતા રહીએ ?

-મિત્રો આજે મેં ભાષણની શરૂઆતમાં ભલે આપણા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ આપી હોય પણ મનમા ખૂબ જ દુ:ખ થાય છે. જેટલા જવાનો યુદ્ધમાં નથી મરતા તેનાથી વધુ જવાનો તો આતંકવાદીઓની ગોળીથી મરે છે.

- જ્યારે અટલજીની સરકાર હતી ત્યારે ફીશરમેનમાં કોઈ પ્રોબ્લેમ નહોતી. ત્યારે ફીશરમેન પકડાતા ત્યારે તેઓ 15 દિવસમાં છોડી દેતા હતા, પણ આજકાલ તો તેમની એક એક લાખની બોટ પણ પાકિસ્તાન રાખી લે છે અને તેને હિન્દુસ્તાનને પરેશાન કરવામાં વાપરે છે.

- મોદીએ કહ્યુ કે ગુજરાત અને તમિલના તહેવારોમાં ઘણી સામ્યતા જોવા મળે છે.

- જે રીતે ગુજરાતના માછીમારોને પાકિસ્તાનના સૈનિકો ઉઠાવી જાય છે અને કેરલના માછીમારોને શ્રીલંકાના સૈનિકો ઉઠાવી જાય છે તેમા ભૂલ એ સમુદ્રની નહી પણ દિલ્હી પર બેસેલ દુર્બળ સરકારની છે.
- આપણુ મુખ્ય કાર્ય છે આ દુર્બળ સરકારને હટાવવાની છે.
- પાકિસ્તાન આટલા મોટા પ્રમાણમાં માછીમારોને લઈ જાય છે અને કેરલમાં પણ આવુ જ થઈ રહ્યુ છે કારણ કે પાકિસ્તાની આને 'ટેકન ફોર ગ્રાંટેડ' સમજે છે.


- મોદીએ ભારત માતાની જય સાથે ભાષણની શરૂઆત કરી
- હું મારી વાત બતાવુ એ પહેલા આપણા દેશમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલ ભાઈ બહેનો અને માર્યા ગયેલા દેશના જવાનો પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છુ.
- મોદીએ સૌને પોતપોતાના સ્થાન પરથી બેસ્યા બેસ્યા જ જમ્મુકાશ્મીરમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા કહ્યુ.
- એક નોંધનીય વાત એ છે કે મોદી જે બોલી રહ્યા હતા તેનુ તમિલમાં અનુવાદ પણ કરવામાં આવી રહ્યુ હતુ