બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2012 (10:36 IST)

યુપીમાં બીજા તબક્કાનું મતદાન

P.R
ઉત્તર પ્રદેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બીજા તબ્બકામાં 9 જિલ્લાઓની 59 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં લગભગ 1.94 કરોડથી વધુ મતદાતાઓ 1098 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.

બીજા તબ્બકામાં જે જિલ્લાઓમાં મતદાન છે, તેમાં આઝમગઢ, કુશીનગર, મહારાજગંજ, ગાજીપુર, બલિયા,ગોરખપુર,સંત કબીરનગર,મઉ અને દેવિરયાનો સમાવેશ થાય છે.

મતદાન દરમિયાન શાંતિ જળવાઇ રહે તે માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મતદાન કેન્દ્રો પર કેન્દ્રીય સુરક્ષાબળોની સાથે પ્રાંતિય શસસ્ત્રદળ(પીએસી) પણ તૈનાત કરવામાં આવ્યા છે.