બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

સરકાર બનશે તો બળાત્કાર પીડિતોને નોકરી - મુલાયમ

P.R
ઉત્તરપ્રદેશમાં સત્તાની લડાઈ જીતવા માટે સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે મહિલા કાર્ડ ફેંક્યુ છે. સિદ્ધાર્થનગરમાં ચૂંટણી પેટી રમતા મુલાયમ સિંહે કહ્યુ કે જો તેમની પાર્ટીની સરકાર બનશે તો બળાત્કારનો શિકાર છોકરીને સરકારી નોકરી આપવામાં આવશે

મુલાયમ સિહે કહ્યુ કે બળાત્કારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મુલાયમે કહ્યુ કે સરકારમાં આવવાથી તેમની પાર્ટી દરેક ગરીબ મહિલાને બે સાડી અને એક ધાબળો મફત આપશે. ત્યારબાદ મુલાયમ બતાવવા માંગતા હતા કે તેઓ મહિલાઓ પ્રત્યે ક્રાઈમ પર ખૂબ ગંભીર છે. તેઓ સ્ત્રીઓને લોભાવવાની કોશિશ કરી રહ્યા છે.

મુલાયમે આનાથી સૂચના આપવાની કોશિશ કરી છે કે આગળ તેમની સરકાર બનશે તો તેઓ કાયદો અને વ્યવસ્થાનું પૂર્ણ રીતે પાલન કરશે. ગુંડા તત્વને સહન નહી કરવામાં આવે. સ્ત્રીઓમાં થનારા ભયને તેમણે ખતમ કરવાનો પ્રયત્ન કર્યો છે.

એક તરફ જયારે વિપક્ષોએ મુલાયમસિંહના આ વાયદા સામે વિરોધ નોંધાવ્યો છે, તો બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નારાજગી વ્યકત કરીને આ મામલે ચૂંટણી પંચને દરમિયાનગીરી કરવા માંગ કરી છે.

કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે મુલાયમસિંહની આ પ્રકારની ટિપ્પણી બહુજ દુર્ભાગ્યપૂર્ણ છે.

રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષા મમતા શર્માએ કહ્યુ છે કે ચૂંટણીપંચે મુલાયમસિંહ યાદવ સામે કાર્યવાહી કરવી જોઇએ