રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ચેન્નઈ. , સોમવાર, 5 ડિસેમ્બર 2016 (11:07 IST)

જયલલિતાના રૂમમાં ફક્ત 5 લોકોને એંટ્રી - ડોક્ટર બોલ્યા - કશુ કહ્યુ તો જીવ જતો રહેશે

તમિલનાડુની સીએમ જે. જયલલિતાને હોસ્પિટલમાં એડમિટ થયે 4 ડિસેમ્બરના રોજ 73 દિવસ થઈ ગયા. તેમની બીમારીને લઈને અનેક પ્રકારની અટકળો લાગી રહી છે. આ દરમિયાન સીક્રેસી અને પ્રાઈવેસી એ મુજબની રહી છે કે તેમની સેવામાં લાગેલી નર્સ ફોન પણ રાખી શકતી નથી. તેમના રૂમમાં ફક્ત પાંચ લોકોને જવાની મંજુરી છે. વેંટીલેટર પર છે જયા.. 
 
- ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં સમાચાર આવ્યા  હતા કે જયા વેંટીલેટર પર છે અને તેનુ આરોગ્ય દિવસો દિવસ બગડતુ જઈ રહ્યુ છે. જો કે ત્યારે પણ એવુ કહેવામાં આવી રહ્યુ હતુ કે તે ઠીક છે. પણ શક એ માટે વધી રહ્યો છે કે તેની બીમારી વ ઇશે કશુ પણ બતાવવામાં આવી રહ્યુ નથી. 
- આ દરમિયાન જ્યારે એક ડોક્ટર સાથે જયાના આરોગ્ય પર વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો કેટલાક ચોંકાવનારા નિવેદન મળ્યા. ડોક્ટરે કહ્યુ હતુ - મારા જીવ અને નોકરી બંને સંકટમાં છે. કોઈ વાત નહી કરી શકુ. 
 
કેવી રીતે થઈ હતી બીમાર ? 
 
- 22 સપ્ટેમ્બરની રાત્રે 9.45 વાગ્યે અચાનક મુખ્યમંત્રી રહેઠાણ પોએસ ગાર્ડનમાં જાણ થઈ કે જયલલિતા બેહોશ થઈ ગઈ છે. 
- સીએમ હાઉસથી એપોલો હોસ્પિટલના માલિકની પુત્રી અને સીઈઓ પ્રીથા રેડ્ડી પાસે એક ફોન આવ્યો અને તરત એપોલોથી એમ્બુલેંસ રવાના થઈ. 
- એ ન જણાવાયુ કે દર્દી કોણ છે. અચાનક એમ્બુલેંસના ડ્રાઈવરને કહેવામાં આવ્યુ કિએ સીએમ હાઉસ પહોંચો 
- 30 મિનિટ પછી જયા બેહોશીની હાલતમાં ગ્રીમ્સ રોડના એપોલો હોસ્પિટલના આઈસીયૂમાં પહોંચી ચુકી હતી. 
 
ડોક્ટરે કઈ વાત પર કહ્યુ કે નોકરી અને જીવનુ જોખમ 
 
- અહી જયલલિતાની સારવાર કરી રહેલ ડોક્ટર્સ કે ક ઓઈ કર્મચારી વાત કરવા તૈયાર નથી. 
- એપોલો હોસ્પિટલના દરેક કર્મચારીનો ફોન હાલ ઈંટિલિજેંસ એજંસીઓના સર્વિલાંસ પર છે. 
- ગોપનીયતા એવી છે કે જયલલિતાની મેડિકલ ફાઈલ એપોલોના સિસ્ટમથી ખોલવાની કોશિશ કરનારા 3-4 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા અને આ વાત ફક્ત અપોલોની જ નથી. 
- 23 ઓક્ટોબર સુધી 43 લોકો પગ મુખ્યમંત્રીની તબિયતને લઈને અફવાહ ફેલાવવાનો આરોપ નોંધાય ચુક્યો હતો. 8ની ધરપકડ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ પણ છે કે જયા જે રૂમમાં દાખલ છે ત્યા જવાની મંજુરી ફક્ત 5 લોકોને છે. 
- જેમા જયાની નિકટની શશિકલા પણ છે. જે તેમના ઘરમાં જ રહેતી હતી. આ ઉપરાંત ફેમિલી ડોક્ટર શિવકુમાર, રાજ્યપાલ અને અન્ય બે લોકો છે. 
 
પીએમ મોદીએ દિલ્હીથી મોકલ્યા હતા 3 ડોક્ટર 
 
- જયલલિતા પહેલીવાર એપોલો લઈ જવામાં આવી. આ અગાઉ તબિયત બગડતા કે ચેકઅપ કરવવાના દર 3-4 મહિનામાં ચેન્નઈના જ શ્રીરામચંદ્ર મેડિકલ કોલેજ જતી રહી છે. 
- આ વાત કોઈને બતાવી નહોતી.  એ દિવસે પણ એપોલો નહોતા લઈ જવામાં હતા પણ સ્થિતિ નાજુક હતી. 
- બીજા દિવસે 23 તારીખે પીએમ મોદીએ દિલ્હી એમ્સના ત્રણ ડોક્ટરને ચેન્નઈ મોકલ્યા. તેમા કાર્ડિયોલોજીસ્ટ નિતીશ નાઈક, પલ્મોનોરોલોજિસ્ટ જીસી ખિલનાની અને એનેસ્થેસિસ્ટ અંજન ત્રિખા હતા. 
- આ દરમિયાન જયલલિતાને માઈનર હાર્ટ એટેક આવ્યો. તેની શુગર પણ વધી ગઈ હતી અને બ્લડ પ્રેશર બેકાબૂ હતો. તેમને પેસમેકર લગાવાયુ હતુ. આ 24 થી 27 તારીખ વચ્ચેની વાત છે. 
- 28થી તેની હાલત નાજુક અને ખરાબ થવા લાગી. મલ્ટી ઓર્ગન પ્રોબ્લેમ્સ શરૂ થઈ ગયા. કિડની, લિવર અને ફેફડામાં ઈંફેક્શન થઈ ચુક્યુ હતુ. 28 તારીખે જ વેંટિલેટર પર મુકવામાં આવી.