રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (14:57 IST)

નોટબંધી : હવે મંદિરમાં સ્વેપિંગ મશીનથી ચઢાવાય રહી છે ભેટ

જો તમે ધાર્મિક પ્રવૃતિના છે અને તમે અવાર-નવાર મંદિરમાં મોટી રકમ ચઢાવતા રહ્યા છો, પણ હાલ  નોટબંદીના કારણે મંદિરમાં ભેટ નથી ચઢાવી શકતા તો આ સમાચાર તમારે જરૂર વાંચવી જોઈએ. રાયપુરના એક મંદિર બંજારીધામમાં ભેંટ ચઢાવવા માટે સ્વાઈપ મશીનની વ્યવસ્થા કરી છે. આવી જ વ્યવસ્થા ગુજરાતના અંબાજી મંદિરમાં પણ કરવામાં આવી છે. 
 
નોટબંધી પછી 15 નવેમ્બરથી મંદિરના ટ્રસ્ટએ 500 અને 1000ના નોટ ભેટ સ્વરૂપે લેવા પર રોક  લગાવી છે. દૂર-દૂરથી આવતા માતાના ભક્ત હવે સ્વેપિંગ મશીનથી દાન આપી રહ્યા છે. હવે મંદિરમાં સ્વેપિંગ મશીનથી હજારોની ભેંટ આવી રહી છે. 
 
પહેલા ભક્તોના હાથમાં ચિલ્લર હતી પણ હવે ATM કાર્ડ જોવા મળી રહ્યા છે. સ્વેપિંગ મશીનથી ભેટ લેવામાં આવી રહી છે અને આ માટે મંદિરના પુજારીને પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યુ છે.