શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :પામ્પોર. , બુધવાર, 12 ઑક્ટોબર 2016 (18:24 IST)

પંપોર ઓપરેશન - 55 કલાકથી મુઠભેડ ચાલુ, બે આતંકવાદી ઠાર..હજુ પણ એક આતંકવાદી સંતાયો હોવાનો શક

જમ્મુ-કાશ્મીરના પામ્પોરમાં છેલ્લા બે દિવસથી સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠેભેડ ચાલુ છે.  સૂત્રો મુજબ મુઠભેડમાં મંગળવારે એક આતંકી ઠાર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ આજે પણ સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. સેનાએ આજે સવારે જ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યુ. જો કે મંગળવારે રાતથી જ ગોળીઓ ચાલવાનો અવાજ ન સંભળાયો.  સેના આ બિલ્ડિંગને તોડી પાડવા વિશે વિચારી રહી છે.   એંટરપ્રેન્યોર ડેવલોપમેંટ ઈંસ્ટીટ્યૂટની પામ્પોરમાં આવેલ બિલ્ડિંગમાં ઘુસેલ આતંકવાદીઓની શોધ માટે સુરક્ષાબળોનુ ઓપરેશન ચાલુ છે.  આતંકી છેલ્લા બે દિવસથી આ બિલ્ડિંગમાં ધુસ્યા છે. એક આતંકી મંગળવારે સાંજે માર્યો ગયો. બાકી બચેલ આતંકવાદેઓને મારવા માટે સુરક્ષાબળ ફાઈનલ એસોલ્ટની તૈયારીમાં છે.  આ બિલ્ડિંગમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે ચાલુ થયેલ મુઠભેડ દરમિયાન આતંકવાદીઓ આ બિલ્ડિંગમાં ઘુસવામાં સફળ થઈ ગયા હતા.  જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવામાં આવ્યો અને સુરક્ષાબળોએ આખા વિસ્તારને ચારેબાજુથી ઘેલી લીધુ. ઈડીઆઈ બિલ્ડિંગ પાસે સીઆરપીએફનો એક કૈમ્પ છે. ફાયરિંગનો અવાજ સાંભળતા જ CRPF અલર્ટ થઈ ગઈ. બિલ્ડિંગમાં 2 થી 3 આતંકવાદીઓ છિપાયા હોવાના સમાચાર મળ્યા.  સેના અને પોલીસે બિલ્ડિંગને ચારેબાજુથી ઘેરી લેવામાં આવી છે. આતંકવાદીઓએ જે ફાયરિંગ શરૂ કરી તે આખી રાત ચાલતી રહી. 
 
મંગળવારે સવારે પણ સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થઈ. આ મુઠભેડમાં સેનાના બે જવાન ઘાયલ થઈ ગયા. બીજી બાજુ મંગળવારે જ શોપિયામાં પણ આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો જેમાં એક જવાન અને 7 અન્ય લોકો ઘાયલ થઈ ગયા.