શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જોધપુર. , ગુરુવાર, 10 નવેમ્બર 2016 (11:36 IST)

500 અને 1 હજારના નોટ એક્સચેંજ કરવા માટે ભરવુ પડશે આ ફોર્મ, જરૂરી રહેશે આ દસ્તાવેજ

500 અને 1000 હજારના ફોર્મ બદલવા માટે તમને આ ફોર્મ ભરવુ પડશે. આ એ ફોર્મ છે જેને એ લોકોએ ભરવુ પડશે જે ડાકઘરમાં ગુરૂવારે પોતાના 500 અને 1000ના નોટને એક્સચેંજ કરવા માટે આવશે.  આવા લોકોએ આ ફોર્મ ભરવા સાથે પોતાનુ આઈડી પ્રુફ બતાડવુ પડશે. પોસ્ટઓફિસમાં આ માટે બે કાઉંટરની સુવિદ્યા આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ 4000 સુધીના એક્સચેંજ લઈ શકશે.  આ માટે તેમને આઈડી પ્રુફના રૂપમાં આધાર કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસેંસ, નરેગા કાર્ડ કે પાસપોર્ટ બતાડવો જરૂરી રહેશે. 
કન્ફ્યૂજ ન થશો - બેંકમાં ડિપોઝીટ કરાવવુ અને એક્સચેંક કરાવવુ બે અલગ વસ્તુ છે.  જેને લઈને લોકો વધુ કંફ્યૂઝ થઈ રહ્યા છે.  બેંકમાં કોઈપણ વ્યક્તિ કેટલી પણ ડિપોઝીટ કરાવી શકે છે પણ એક્સચેંજ ફક્ત 4000 સુધી જ થઈ શકશે.