શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 11 જૂન 2016 (13:11 IST)

#webviral મૈરિટલ રેપની શિકાર મૃત યુવતીને નાની બહેનનો પત્ર

મૈરિટલ રેપથી ત્રસ્ત એક યુવતીની આત્મહત્યા પછી, તેની નાની બહેને પોતાની મૃત બહેનને ખૂબ જ માર્મિક પત્ર લખ્યો. આ પત્ર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચુક્યો છે ન જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 
કનિકા સિંહે 2 જૂનના રોજ આત્મહત્યા કરી લીધી. તેના લગ્ન એક દંત ચિકિત્સક સાથે ગયા વર્ષે થયા હતા. એવુ કહેવાય રહ્યુ છે કે તે પોતાના પતિ હિંમાશુ ગડવીની સેક્સ આદતો અને માંગોથી ત્રસ્ત હતી. 
 
હિમાંશુ અને તેના પિતા ભરત ગડવીની આ કેસમાં ધરપકડ થઈ ચુકી છે.  કર્નિકાની નાની બહેન દેવિકા સિંહે એક પત્ર દ્વારા મહિલાઓના મેરિટલ રેપ વિરુદ્ધ અવાજ બુલંદ કરવા કહ્યુ. 
 
આ પત્રના માધ્યમથી પોતાની બહેન સાથે વાત કરતા દેવિકાએ કહ્યુ કે કાશ તેની બહેનને પોતાની શક્તિ અને ક્ષમતાઓનો અહેસાસ કરાવાયો હોત. કાશ તેની બહેને મરતા પહેલા પોતાની બહેન અને પરિવાર વિશે વિચાર્યુ હોત. સૌથી દુ:ખદ વાત એ છે કે ડોક્ટરોથી ભરેલા સાસરિયામાં આ પ્રકારનુ કૃત્ય થતુ રહ્યુ.  કનિકાના સાસુ-સસરા તેના પર પતિને ખુશ રાખવાનો દબાવ નાખતા રહ્યા. જેમા તેની સેક્સ ઈચ્છાઓ પૂરી કરવાનુ હતુ. 
 
દેવિકાએ લખ્યુ છે કે મરજી વગર સેક્સ રેપ છે અને દરેક મહિલાઓને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો હક છે. દેવિકાએ પત્રના માધ્યમથી પોતાની બહેનને વિશ્વાસ અપાવ્યો છે કે તેના હત્યારાઓ (આત્મહત્યા માટે ઉપસાવવા)વાળાઓને જીવનભર તેનુ ફળ ભોગવવુ પડશે.