બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (11:25 IST)

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ખાતમૂર્હત કરાયું

અમદાવાદના જાણીતા મોટેરા સ્ટેડિયમનું ખાત મૂર્હત કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમને વિશ્વકક્ષાનું સૌથી મોટું અને ટેક્નોલોજી વાળું સ્ટેડિયમ બનાવવા માટેનું કામ વર્લ્ડ ક્લાસ બનાવવા માટે એલ એન્ડ ટી કંપનીને કામ સોંપાયું છે, ત્યારે આજે પરિમલ નથવાણી, જય શાહ અને પાર્થિવ પટેલના હસ્તે ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. જ્યારે GCAના સેક્રેટરી રાજેશ પટેલ અને ટ્રેઝરર ધીરજ જોગાણીએ જીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન કક્ષાનું સ્ટેડિયમ બનાવાશે. કરોડોના ખર્ચે શરૂ થનાર આ પ્રોજેક્ટ આગામી 2019 સુધી પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મોટેરા સ્ટેડિયમથી જાણીતા સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમની કાયાપલટ માટે એલ એન્ડ ટી કંપનીને કામ સોંપાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત ક્રિકેટ એસોસિએશના ઉપપ્રમુખ પરિમલ નથવાણી દ્વારા આજે આ કામ માટેનો લેટર ઓફ એક્સેપ્ટન્સ L&T કંપનીને  સોંપ્યો હતો. હાલ જુના સ્ટેડિયમને સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરીને સપાટ મેદાન કરી દેવાયું છે. હવે કંપની દ્વારા નવી ડિઝાઈન અને નવા કનસેપ્ટ સાથે નવું સ્ટેડિયમ આંરરાષ્ટ્રીય કક્ષાનું અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની હરોળનું બનાવશે. નવાં રંગ-રૂપ અને કલેવર સાથે મોટેરા સ્ટેડિયમની વર્ષ 2019 સુધીમાં નવી ઇનિંગ શરૂ થવાની શક્યતા જોવાઈ રહી છે.  જીસીએ દ્વારા સ્ટેડિયમને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે તેમજ ખેલાડીઓ માટેની તમામ જરૂરી સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવું સ્ટેડિયમ તૈયાર કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સુવિધાઓની સાથેસાથે લેટેસ્ટ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ક્રિકેટને વિદ્યાર્થીઓમાં પ્રમોટ કરવા માટે મેચ દરમિયાન શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા ઊભી કરશે. નવા મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટના મેદાન ઉપરાંત ટૅનિસ કોર્ટ સહિત ઈન્ડોર ગેમ માટેના નાના સ્ટેડિયમો પણ તૈયાર કરાશે.