કિરણ રિજિજૂમાં જો હિમ્મત હોય તો ગુજરાતમાં આવીને ગૌ માંસ ખાઈને બતાવે - અમિત શાહ
મોદી સરકારની પહેલી વર્ષગાંઠના બીજા દિવસે પક્ષના પ્રમુખ અમિત શાહ આજે એક દિવસ માટે ગુજરાતના મહેમાન બન્યા હતા. સુરત એરપોર્ટ ઉતરતાની સાથે જ પક્ષના કાર્યકર્તાઓએ શાહનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહએ એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું જેમાં તેમણે કિરણ રિજિજૂ, રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ પર મન મુકીને વરસ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમિત શાહએ આજે સુરકતની એક દિવસીય મુલાકાત લીધી હતી જેમાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સમાં તેમણે કિરણ રિજિજૂને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, કિરણ રિજિજૂમાં જો હિમ્મત હોય તો ગુજરાતમાં આવીને ગૌ માંસ ખાઈને બતાવે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે કેન્દ્રીય રાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ ગૌમાંસ ખાવા મુદ્દે સમર્થન આપતા પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મુખ્તર અબ્બાસ નકવીને મુંહ તોડ જવાબ આપ્યો હતો.
સભાને સંબોધતા તેમણે મોદી સરકારની પહેલી વર્ષગાંઠની ઉલબ્ધીઓને ગણાવતા તેમણે કહ્યું કે મોદી સરકારના શાસનમાં કોઇ પણ જાતનું કૌભાંડ નથી થયું તે જ મોટી સિદ્ધી છે. વળી તેમણે ભૂમિ અધિગ્રહણ બિલ પર જણાવ્યું કે ભૂમી અધિગ્રહણ બીલ ખેડુતોની વિરોધમાં નહી પણ તેમની તરફેણમાં જ છે.
તેમણે જણાવ્યું કે લોકસભાની ચૂંટણી બાદ દેશમાં પાંચ લોકસભાની ચૂંટણી યોજાઇ જેમાં ભાજપે દિલ્હીને બાદ કરતા જ્વલંત સફળતા મેળવી છે. અને કોંગ્રસએ પહેરેલા ચશમાં કાઢી વિકાસને જોવો જોઇએ. વળી રામ મંદિર મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે અમે ક્યારેય તેવું નિવેદન આપ્યું નથી કે રામ મંદિર માટે અને અનુછેદ 370 ને દુર કરવા પક્ષને 370 બેઠકની જરૂર છે. રામ મંદિરનો કેસ હાલ કોર્ટમાં છે.