બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (13:55 IST)

ખોડલધામ મહોત્સવ: રાજકોટથી કાગવડ સુઘી રચાશે માનવ સાંકળ

ખોડલધામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ આવતીકાલ તા. ૧૭મીને મંગળવારથી થઈ રહ્યો છે. આવતીકાલે મંદિરમાં સ્થાપિત થનાર માં ખોડલ સહિત ર૧ ર્મૂતિઓ સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરમાંથી શોભાયાત્રારૃપે નીકળી બપોરે ૧ર વાગ્યા સુધીમાં કાગવડ પહોંચશે. રાજકોટથી સૌથી લાંબી ૩પ-૪૦ કિલોમીટરની શોભાયાત્રા નીકળવાની છે. ૧૭મીએ સવારે પ વાગ્યાથી રાજકોટના રેસકોર્સ મેદાનમાં શોભાયાત્રાના વાહનો આવવા લાગશે. સવારે ૬:૩૦ સુધીમાં રાજકોટ, પડધરી, ટંકારાના લેઉઆ પટેલ સમાજના સભ્યો એકઠા થઈ ૭ વાગ્યે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. રેસકોર્સ મેદાનમાં ૭ હજાર બાઈક, ૪ હજાર કાર, ર૦૦ બસ અને ફ્લોટ્સ એકત્ર થશે. સાથે માં ખોડલની મુખ્ય ર્મૂતનો રથ પણ હશે. નાસિકના સાજીંદાઓ, ઢોલ-તાંસાના તાલે શોભાયાત્રા પ્રસ્થાન પામશે.ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ 17 જાન્યુઆરીથી થઇ રહ્યો છે. પ્રથમ દિવસે મંદિરમાં સ્થાપિત થનાર મા ખોડલ સહિત 21 મૂર્તિઓ સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરમાંથી શોભાયાત્રરૂપે નીકળીને બપોરે 1 સુધીમાં કાગવડ પહોંચશે. રાજકોટની મુખ્ય મૂર્તિ સાથે શોભાયાત્રા અંદાજે 35-40 કિલોમીટર લાંબી હશે. તેમજ ખોડલધામમાં ચાર હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. મહોત્સવને લઇને શોભાયાત્રા દરમિયાન જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાજકોટથી કાગવડ જતા નેશનલ હાઇવેને વનવે કરવામાં આવશે. તેમજ 17થી 21 દરમિયાન ખોડલધામ જતા અને આવતા ભાવિકો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં.ખંભાલીડા પાસે જિલ્લા કલેક્ટર હસ્તક હેલિપેડ આવેલું છે. હેલિપેડથી મંદિર સુધી 3 કિમીનું અંતર છે. મહોત્સવને લઇને કલેક્ટરે આ હેલિપેડનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. બીજા ત્રણ હેલિપેડ મંદિર નજીક જલારામ ટ્રસ્ટની જગ્યામાં બનાવવામાં આવ્યા છે. હેલિપેડથી મંદિર સુધી ખાસ કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે. પાંચમું હેલિપેડ મંદિરની પાછળ પહેલા બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ હેલિપેડ પર હેલિકોપ્ટર ઉતરે મંદિર પરિસરમાં ધૂળ ઉડીને આવે તેમ છે. આથી આ હેલિપેડનો ઉપયોગ કરી શકાશે નહીં. મહોત્સવના મેઇન ગેટ, યજ્ઞસ્થળનું કામ પૂર્ણ થઇ ગયું છે. તેમજ આજથી જ ભોજનશાળામાં રસોઇઓ બનાવવામાં આવી રહી છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી ખોડિયાર માતાજીની મુખ્ય મૂર્તિ સહિત 21 મૂર્તિઓનું આગમન થશે. જેમાં રાજકોટથીમાં ખોડિયાર માતાજીની મૂર્તિને એક લાખથી વધારે લોકો વાજતે ગાજતે લઇ કાગવડ બપોરના એક વાગે પહોંચશે. આ શોભાયાત્રામાં 3000 મોટરકાર,7000 બાઇક, 300 બસ અને અલગ અલગ 20 પ્રકારના ફ્લોટ સાથેની 35થી 40 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે.