શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 1 જુલાઈ 2016 (16:50 IST)

ત્રણ વર્ષથી નીચેનાને કે.જી.માં પ્રવેશ નહી

ગુરૂવારે સરકારે નર્સરી અને કે.જી.માં ત્રણ વર્ષથી નાની વયના બાળકોને પ્રવેશ આપવા સામે થયેલી જાહેર હિતની અરજીના મામલે એક મહત્વનો સુધારો કર્યો છે. રાજ્ય સરકારે પ્રવર્તમાન કાયદાના નિયમોમાં સુધારો કર્યો છે.

આ સુધારા પ્રમાણે હવે ત્રણ વર્ષથી નાની વયના બાળકોને નર્સરી કે કે.જી.માં પ્રવેશ આપનારી શાળાઓને દંડ કરવામાં આવશે. એક વાર આમ કરવા બદલ 1 લાખ, બીજી વાર માટે  માટે 5 લાખ અને ત્રીજા કિસ્સા બાદ શાળાની  માન્યતા રદ્દ કરવામાં આવશે.