શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ. , બુધવાર, 8 જૂન 2016 (11:44 IST)

સૂરતમાં સ્વામિનારાયણને RSSના કપડા પહેરાવતા મચી બબાલ

સૂરત સ્થિત સ્વામીનારાયણ મંદિરના અધિકારીઓએ ભગવાન સ્વામીનારાયણની મૂર્તિને આરએસએસની વેશભૂષામાં તૈયાર કર્યા. સોશિયલ મીડિયા પર આ તસ્વીર વાયરલ થયા પછી બબાલ મચી ગઈ. 
મામલો એ સમયે સામે આવ્યો જયારે સંઘની વેશભૂષાવાળી ભગવાન સ્વામીનારાયણની મૂર્તિની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. 
 
તસ્વીરમાં ભગવાનની મૂર્તિને સફેદ શર્ટ, ખાકી રંગની નિકર, કાળી ટોપી અને કાળા જૂતામાં બતાડવામાં આવ્યા છે. મૂર્તિના એક હાથમાં રાષ્ટ્રીય ધ્વજ પણ દેખાય રહ્યો હતો. 
 
મંદિરના સ્વામી વિશ્વપ્રકાશજીએ જણાવ્યુ કે આ વસ્ત્રો થોડા દિવસ પહેલા એક સ્થાનીક શ્રદ્ધાળુએ ભેટમાં આપ્યા હતા.