1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શનિવાર, 28 મે 2016 (11:53 IST)

ઘોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.85 ટકા જાહેર, પરિણામ જોવા ક્લિક કરો

રાજ્યના સવા પાંચ લાખ પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત.. આજે વહેલી સવારે શિક્ષણ બોર્ડે ધો. 12 સામાન્ય પ્રવાહનું 55.85 ટકા પરીણામ જાહેર કરીને આણ્યો છે.
 
   ભારે અનિશ્ચિતતા વચ્ચે શિક્ષણ બોર્ડે વહેલી સવારે ધો. 12  સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કર્યુ છે. પરિણામ જાહેર થતા જ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશીથી ઝૂમી ઉઠયા હતા.
 
   
રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો


શિક્ષણ બોર્ડ દ્વારા સવારે માત્ર ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. બપોરે 2 કલાકે શિક્ષણ બોર્ડ ધો. 12ના પરિણામનુ વિવરણ કરતુ સમગ્ર પરિણામ જાહેર કરશે. જેમા સરેરાશ ટકાવારી, એ-વન ગ્રેડ, જિલ્લા અને તાલુકા વાઈઝ પરિણામની છણાવટ થશે.
 
   માર્ચ 2016મા લેવાયેલ ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ગુજરાત રાજ્યના 36 જિલ્લામાં નિયમીત વિદ્યાર્થી 334712, રીપીટર વિદ્યાર્થીઓ 95595 તેમજ આઈસોલેટેડ 5027 તેમજ ખાનગી 52513 ઉપરાંત રીપીટર 26532 મળી કુલ 514279 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી
 
   ધો. 12  સામાન્ય પ્રવાહના પરિણામની ઝલક
 
    2,28,344 છાત્રો પાસ : સૌથી વધુ પરિણામ મેળવતો જિલ્લો સુરત : સુરતનું પરિણામ 73.50 અને સૌથી ઓછું પરિણામ મેળવતું નર્મદા જિલ્લો, પરિણામ 3 2.17 : 100 ટકા પરિણામ મેળવતી શાળા 107 : વિદ્યાર્થીઓનું પરિણામ 61.38 ટકા : વિદ્યાર્થીનીઓનું પરિણામ 77.25 ટકા