1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 ડિસેમ્બર 2016 (12:31 IST)

બનાસકાંઠાના 15 ગામોને કેશલેસ બનાવવા ‘મોડલ’ તરીકે પસંદ કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 ડિસેમ્બરે ડીસા આવી રહ્યા છે. તે અગાઉ જિલ્લાના 15 જેટલા ગામોને કેશલેસ મોડલ તરીકે પસંદગી કરાઇ છે. જેમાં પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ કેશલેસ બનવા સક્ષમ બન્યું છે. જ્યાં તમામ પરિવારને એટીએમ કાર્ડ અપાયાં છે.  પાલનપુરથી 18 કિલોમીટર દૂર આવેલા રૂપપુરા ગામના લોકો હવે નાણાંકીય વ્યવહારમાં બદલાવ લાવી રહ્યા છે. આ ગામને એક્સિસ બેન્કે દત્તક લીધું છે. ગામના તમામ 158 પરિવારને એટીએમ કાર્ડ અપાયાં છે. જે તમામ એક્ટીવ કરી દેવાયાં છે. ગામમાં ત્રણ પીઓએસ (પોંઇન્ટ ઓફ સેલ) મશીન અપાયા છે. જેમાં કરીયાણાની દુકાન, એગ્રો સેન્ટર અને દૂધ મંડળીમાં નાણાંકીય વ્યવહાર કેશલેસ કરવાની શરૂઆત કરી છે.પાલનપુરના રૂપપુરા, પટોસણ, જસલેણી, જડીયાલ, આકેડી, કુંભલમેર જ્યારે વડગામ તાલુકાના નવી સેંધણી, હરદેવાસણા, પાંચડા તેમજ ડીસા તાલુકાના જોરાપુરા, રતનપુરા, ગુગળ, પમરુ અને ભાદરા ગામમાં અલગ-અલગ બેન્કો દ્વારા કેશલેસ પ્રક્રિયા માટે કાર્યવાહી કરાઇ રહી છે.