RCB એ CSK ને 27 રનથી હરાવ્યું, છેવટે પ્લે ઓફ માટે  કર્યું ક્વાલિફાય  
                                       
                  
				  				   
				   
                  				  CSK vs RCB Live Score: IPL 2024 નો  68મો મુકાબલો  ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચેની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા આરસીબીની ટીમે સીએસકે ટીમને 219 રનનો પહાડ જેવો સ્કોર આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ 191 રન જ બનાવી શકી હતી. આરસીબી તરફથી યશ દયાલે બે વિકેટ લીધી હતી. જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ 54 રનની ઇનિંગ રમી હતી.
				  										
							
																							
									  
	 
	- રચિન રવિન્દ્રની હાફ સેચુરી વ્યર્થ ગઈ
	છેલ્લી ઓવરમાં, CSKને પ્લેઓફમાં જવા માટે 17 રનની જરૂર હતી. પરંતુ ટીમ 10 રન જ બનાવી શકી હતી. CSK માટે રચિન રવિન્દ્રએ 61 રન, અજિંક્ય રહાણેએ 33 રન અને રવિન્દ્ર જાડેજાએ 22 બોલમાં 42 રન બનાવ્યા હતા. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.
				  
	
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	- આરસીબીએ જીતી મેચ  
	આરસીબીની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને 27 રનથી હરાવ્યું છે. આ જીત સાથે RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે.
				  																		
											
									  
	 
	- મહેન્દ્ર સિંહ ધોની આઉટ
	મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરના પહેલા બોલ પર 110 મીટરની છગ્ગા ફટકારી છે. પરંતુ આ પછી તે બીજા બોલ પર જ આઉટ થયો હતો.
				  																	
									  
	 
	- ડુ પ્લેસિસે સેન્ટનરનો શાનદાર કેચ લીધો
	ચેન્નઈને છઠ્ઠી વિકેટ મિચેલ સેન્ટનરના રૂપમાં મળી હતી. મોહમ્મદ સિરાજે સેન્ટનરને ફાફ ડુ પ્લેસિસના હાથે કેચ કરાવ્યો હતો. ડુ પ્લેસિસે મિડ-ઓફ પર એક હાથે શાનદાર કેચ પકડ્યો હતો. સેન્ટનરે 4 બોલમાં 3 રન બનાવ્યા હતા.
				  																	
									  
	 
	- ગ્રીને શિવમ દુબેને પેવેલિયન મોકલ્યો
	CSKને 14મી ઓવરમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. ચોથા બોલ પર કેમરૂન ગ્રીને શિવમ દુબેને લોકી ફર્ગ્યુસનના હાથે કેચ કરાવ્યો. દુબેએ 15 બોલમાં 7 રન બનાવ્યા હતા.
				  																	
									  
	 
	- રચિન રવીન્દ્ર રન આઉટ થયો
	ચેન્નઈની ચોથી વિકેટ 13મી ઓવરના છેલ્લા બોલ પર પડી હતી. રચિન રવીન્દ્ર રનઆઉટ થયો હતો. રચિને 37 બોલમાં 61 રન બનાવ્યા હતા.
				  																	
									  
	 
	- ફર્ગ્યુસને રહાણેને આઉટ કર્યો
	ચેન્નઈની ત્રીજી વિકેટ 10મી ઓવરના પ્રથમ બોલ પર પડી હતી. લોકી ફર્ગ્યુસને અજિંક્ય રહાણેને ફાફ ડુ પ્લેસિસના હાથે કેચ કરાવ્યો હતો. રહાણેએ 22 બોલમાં 33 રન બનાવ્યા હતા.