રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 1 ઑક્ટોબર 2016 (14:01 IST)

કચ્છમાં શિપિંગ કંપનીઓ દ્વારા પાકિસ્તાનના કન્ટેનરોનું બુકિંગ બંધ

કચ્છમાં સ્થિત ગુજરાતના પ્રસિદ્ધ બે બંદરો કંડલા અને મુન્દ્રાથી આયાત નિકાસનો વ્યવહાર થોડા વર્ષોથી ઘટતો ગયો છે. કેટલીક લાઈનર કંપનીઓ દ્વારા પાકિસ્તાનના કોઇ પણ કન્ટેનર ઓર્ડર ન લેવાનું નક્કી કરી તે અંગે કર્મચારીઓને મેઈલ મોકલવામાં આવતા ખાનગી રાહે પણ દેશભક્તિનો જુવાળ જાગ્યો છે. વર્ષો સુધી ત્રાસવાદી હુમલા સહન કર્યા બાદ ભારતે પીઓકેમાં  સર્જિકલ સ્ટ્રાઇક્સ દ્રારા 8 આતંકવાદી કેમ્પોને તબાહ કર્યાના સમાચાર વાયુવેગે શુક્રવારે સર્વત્ર પ્રસર્યા બાદ લોકોમાં દેશભક્તિનો જુવાળ ઉડીને આંખે વળગે તેવો ઉઠવા પામ્યો હતો. જેની અસર કંડલા, મુન્દ્રા થકી થતા શિપિંગ કારોબારમાં પણ દેખાઈ હતી. એક સમયે કોટન, સુગર, ટાઈલ્સ, મીનરલ્સ સહિતની વસ્તુઓ મોટા પ્રમાણમાં મુન્દ્રા અને કંડલાથી કરાંચી જતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ કારોબારનો આંક લગાતાર નીચે આવી રહ્યો છે.  તો અન્ય કેટલીક ખાનગી કંપનીઓએ પણ પાકિસ્તાન સાથેનો કારોબાર બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. આ નિર્ણય પાછળ સરકારનું કોઇ દબાણ છે કે નહીં તે અંગે તપાસ કરતા તેવું કશું ન હોવાનું પણ બહાર આવ્યું હતું.