1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (12:49 IST)

સાબરકાંઠામાં ડેન્ગ્યુનો કહેર, 15 જણા સપડાયાં

સાબરકાંઠામાં હિંમતનગર શહેર સહિત તાલુકામાં ડેન્ગ્યુનો ભારે કહેર વર્તી રહ્યો છે.  પરંતુ લોકો મોટી સંખ્યામાં તેનો ભોગ બની રહ્યા છે. હિંમતનગર શહેર સહિત તાલુકાના કાંકણોલના બંનેના એનએસ-1 એન્ટીજેન ડેન્ગ્યુ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. વડાલીની ગોર ફળીમાં એક સાથે ચાર બાળકો અને એક યુવાન ડેન્ગ્યુનો ભોગ બનતાં ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. હોસ્પિટલોમાં પ્રતિદિન 150થી 200 દર્દીઓ આવી રહ્યા છે. તે પૈકી 30થી 40 દર્દીઓ તાવમાં સપડાયેલા હોઇ તાવની સારવાર કરવામાં આવી રહી છે. ચારેય દર્દીઓને સારવાર આપી રહેલ ર્ડા.રાહુલ સોડાણીએ જણાવ્યુ હતું કે, ત્રણ દર્દીનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બે દર્દીઓની સ્થિતિમાં સુધાર થઇ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી થઇ રહી હોવાની જાહેરાતો છતાં મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં આવતો નથી. વીતેલા સપ્તાહાંતે હિંમતનગરમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલ પાંચ દર્દીઓ પૈકી ચાર દર્દીના એનએસ-1 એન્ટીજેન ડેન્ગ્યુના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. જયારે તલોદ તાલુકાના ત્રણ પોઝીટીવ કેસમાં સારવાર બાદ રજા આપી દેવાઇ છે. વડાલીમાં એક જ ફળીયાના ચાર બાળકો અને એક યુવાનનો ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટ આવતા ફફડાટ ફેલાયો છે.