શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (16:36 IST)

અમદાવાદથી રવાના થતી એસી ટ્રેનોમાં પ્રવાસીઓ ઘટ્યાં

નોટબંધીની અસર રેલવેના પ્રવાસીઓ પર જોવા મળી છે ખાસ કરીને અમદાવાદથી વિવિધ ડેસ્ટિનેશન માટે રવાના થતી એસી ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યુ છે. પ્રવાસીઓની સંખ્યા સરેરાશ ૩૦ થી ૪૦ ટકા ઘટી ગઇ છે. એસી ટ્રેનોમાં ઓલટાઇમ વેઇટીંગમાં મળતી ટિકિટ પણ હાલમાં સરળતાથી મળી રહી છે. અમદાવાદથી મુંબઇ માટે દુરંન્તો, શતાબ્દી, દિલ્હી માટે રાજધાની તેમજ પુણે માટે દુરંન્તો જેવી એસી ટ્રેનોમાં હાલમાં મુસાફરોની સંખ્યા ઘટી રહી છે. નોટબંધીને પગલે પ્રવાસીઓની સંખ્યા ઘટી જતા રાતોરાત રેલવેએ સર્વિસ ટેક્સ નહીં લેવાનો નિર્ણય લીધો હતો,જેથી મુસાફરોની સંખ્યા જળવાઇ રહે, તેમ છતાં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટતી જ જોવા મળી રહી છે. રેલવેના સુત્રોએ જણાવ્યુ કે રેલવેએ લાગુ કરેલી ફલેક્ક્ષી ફેર સિસ્ટમમાં પણ પ્રવાસીઓને પ્રથમ ૧૦ ટકા સીટોને  બાદ કરતા તમામ સીટોમાં બુકીંગ વખતે ૧૦-૧૦ ટકા ભાડામાં વધારો કરાયો હતો.