બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated : શનિવાર, 7 મે 2022 (11:26 IST)

રવીન્દ્ર નાથ ટૈગોર: એવા કવિ જેમની કવિતાઓમાંથી 3 દેશોએ લીધા રાષ્ટ્રગીત

Rabindranath Tagore Letters
નવલકથાકાર, નાટ્યકાર, ચિત્રકાર અને કવિ રવિન્દ્રનાથ ટાગોર આજે તેમની જ્ન્મજયંતિ છે. આજના જ  દિવસે 7 મે  1861 ના રોજ તેમનો જન્મ થયો હતો . શું તમે જાણો છો કે તેમની રચનાઓમાંથી બે દેશોનું રાષ્ટ્રગીત  લેવામાં આવ્યું હતું. આટલુ જ નહી એક અન્ય દેશ પણ છે જેનુ  રાષ્ટ્રગીત પણ તેમની રચનાથી પ્રભાવિત છે. ચાલો આપણે જાણીએ, તેમના વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જે તમે કદાચ નહીં જાણતા હોય. 
 
ભારતનું રાષ્ટ્રગીત, જન ગણ મન અધિનયક, મૂળ રૂપથી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી ભાષામાં લખવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત પણ તેમની કવિતામાંથી લેવામાં આવ્યું હતું જેમાં બાંગ્લાદેશની પ્રશંસા છે. એમ કહેવામાં આવે છે કે શ્રીલંકાના રાષ્ટ્રગીતનો એક ભાગ પણ તેમની કવિતાથી પ્રેરિત છે. આ રીતે  ત્રણ દેશોના રાષ્ટ્રગીતમાં તેમની કવિતાની છાપ છે. ગુરુદેવનો જન્મ 7 મે 1861 ના રોજ કોલકાતામાં થયો હતો.
 
રવીન્દ્રનાથ તેના માતાપિતાના તેરમા સંતાન હતા. બાળપણમાં, તેમને પ્રેમથી 'રબી'  કહીને બોલાવવામાં આવતા હતા. 8 વર્ષની ઉંમરે, તેમણે પ્રથમ કવિતા લખી, 16 વર્ષની ઉંમરે, તેમણે વાર્તાઓ અને નાટકો લખવાનું શરૂ કર્યું.
 
ગુરુદેવ રવીન્દ્ર નાથ માનવતાવાદી વિચારક હતા. તેમણે સાહિત્ય, સંગીત, કળા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી પ્રતિભાનો પરિચય આપ્યો.  તાવી. તે માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાના પ્રથમ વ્યક્તિ પણ હતા જેમને નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. એવું કહેવામાં આવે છે કે નોબેલ પુરસ્કાર પણ ગુરુદેવે  સીધો સ્વીકાર્યો ન હતો. તેમની વતી બ્રિટિશના એક રાજદૂતે આ એવોર્ડ લઈને તેમને સોપ્યો.  1913 માં તેમની કૃતિ ગીતાજલિના માટે તેમને નોબેલ એનાયત કરાયો હતો.
 
51 વર્ષની ઉંમરે તે પુત્ર સાથે ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ભારતથી દરિયાઇ માર્ગે ઇંગ્લેંડ જતાં, તેમણે તેમના કાવ્યસંગ્રહ ગીતાંજલિનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું શરૂ કર્યું. રવીન્દ્ર સંગીત બાંગ્લા સંસ્કૃતિનું  એક અભિન્ન અંગ બની ગયુ  છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતથી પ્રભાવિત તેમના ગીતો, માનવ ભાવનાના વિવિધ રંગ પ્રસ્તુત કરે છે. પછીના દિવસોમાં ગુરુદેવે  ચિત્રકામ પણ શરૂ કર્યું હતુ. રવીન્દ્રનાથે અમેરિકા, બ્રિટન, જાપાન, ચીન સહિત ડઝનેક દેશોની યાત્રા કરી હતી.