શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (19:50 IST)

Traditional Dish- ખસ્તા બાટી-બાફલા બનાવવાના 15 ટીપ્સ

દાળ બાટી એક પારંપરિક ડિશ છે જે માલવાની સાથે-સાથે આખા ભારતમાં લોકપ્રિય છે. બાટી બનાવવુ ખૂબ સરળ અઘરુ કામ નહી તેને દરેક કોઈ બનાવી શકે છે. માત્રે નીચે આપેલ સરળ ટીપ્સ અજમાવો અને બનાવો ખસ્તા બાટી જે દરેક કોઈને પસંદ આવશે. 
 
15 સરળ ટીપ્સ 
Step 1- બાટી કે બાફલા બનાવતા સમયે હમેશા જાડુ લોટ ઉપયોગ કરવું. જો આખુ જાડુ લોટ ન હોય તો અડધુ સાદુ અને અડધો જાડું લોટ ઉપયોગ કરવું. 
Step 2 - બાટી બનાવતા સમયે તેમાં પા વાટકી દહીંનો ઉપયોગ જરૂર કરવું. 
Step 3 - બાટીનો લોટ બાંધતા સમયે મીઠુ અને મોયનની સાથે થોડી ખાંડ નાખવાથી બાટી (છૂટીછૂટી) ખિલીખિલી બને છે. 
Step 4- બાટી બનાવતા સમયે મોયન જરૂર નાખવું. ઘી કે તેલ બન્નેમાંથી કઈક પણ ચાલશે. 
Step 5 - બાટી બનાવતા સમયે તમારી પસંદ મુજબ તેમાં અજમા, જીરું કે વરિયાળી જરૂર નાખવી. તેનાથી બાટીનો સ્વાદ વધી જશે. 
Step 6 - બાટીનો લોટ બાંધવા માટે હમેશા હૂંફાણા પાણીનો ઉપયોગ કરવું. 
Step 7- બાટી બનાવતા અડધા-એક કલાક પહેલા લોટ બાંધીને રાખવું. 
Step 8- બાટીને ઓવનમાં ધીમા તાપે શેકવું. 
Step 9-  બાટીમાં ઘી લગાવત સમયે ગરમા-ગરમ બાટીને પહેલા કપડાથી પકડીને હાથથી દબાવી લો અને વચ્ચે બે ભાગ થતા જ તેને ઘીમાં ડુબાડવું. 
 
બાફલા બનાવીએ તો શું કરવુ જાણો 
Step 10 - જો તમને બાફલા બનાવવાના મન છે તો પહેલા લોટ બાંધીને બાટી બનાવી લો 
Step 11 - પછી એક વાસણમા પાણી ગરમ રાખો. 
Step 12 - પાણી ઉકળ્યા પછી તૈયાર કરીને રાખેલી બાટી ઉકળતા પાણીમાં નાખો અને ઉકળવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. 
Step 13 - 15-20 મિનિટ પચી જ્યારે બાટી પાણીની ઉપર તરવા લાગે ત્યારે બાટીને ગરમ પાણીથી કાઢી લો અને થાળીમાં રાખીને ઠંડુ કરી લો. 
Step 14 - બાફેલી બાટી ઠંડી થયા પછી ઓવન ગરમ કરીને બાફલાને ધીમા તાપે શેકવું. 
Step 15 - હવે બાફલાના 2 ટુકડા કરી સારી રીતે ઘીમાં ડુબાડીને ગરમા-ગરમ દાળ અને લીલી ચટણી સાથે સર્વ કરો.