શનિવાર, 10 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 24 માર્ચ 2022 (14:47 IST)

Bhature Cooking Tips- ભટૂરા ફુલાવવા અને ડબલ ટેસ્ટી બનાવવા માટે કુકિંગ ટીપ્સ

Bhatura Cooking Tips
છોલા ભટૂરા કોને પસંદ નથી પણ ઘણા લોકો પસંદ પછી પણ રેસ્ટોરેંટથી ભટૂરા ખાવાનો અવાયડ કરે છે તેનો અસ્જુથી મોટુ કારણ હોય છે કે માર્કેટના ભટૂરા ખૂબ ઑયલી હોય છે તેથી લોકો ઘરે જ ભટૂરા બનાવવા ઈચ્છે છે તમે પણ ઘરમાં ભટૂરા બનાવવા ઈચ્છો છો તો આ બેસિક કુકિંગ ટીપ્સને ફોલો કરી શકો છો. 
 
આ રીતે વળવુ 
ભટૂરા બનાવતા સમયે મેંદામાં રવા મિક્સ કરી લો. તેનાથી વળવામાં સરળતા થશે. ભટૂરાને ખૂબ વધારે પાતળો કે જાડુ ન વળવુ રોટલીથી જાડુ વળી શકાય છે. 
 
માઈક્રોવેવમાં ગરમ કરો ભટૂરા 
તમે ભટૂરાને ફ્રીઝમાં 2-3 દિવસ રાખી શકો છો. પછી માઈક્રોવેવમાં ગરમ કરીને ખાઈ શકો છો. જો ફરીથી તળશો તો તેમા તેલ ભરાઈ જશે. તેથી સારું હશે કે માઈક્રોવેવમાં ગરમ કરી લો. 
 
2-3 કલાક માટે લોટ રાખો 
જો તમે મેંદામાં દહીં, બેકિંગ સોડા, સોજી અને મીઠુ નાખો છો તો તેને 2-3 કલાક માટે ઢાંકીને રાખવુ પડશે. તે સિવાય મેંદામાં યીસ્ટ અને સોડા વાટર નાખવાથી એક કલાકમાં ભટૂરાનો લોટ તૈયાર થઈ જશે. 
 
ઈનોથી ફુલાવો ભટૂરા 
તમારા ભટૂરા જો ફૂલતા નથી તો તમે ભટૂરા ફુલાવવા માટે ઈનોનો પણ ઉપયોગ મેંદામાં કરી શકો છો. 
 
બટાટા અને પનીરથી વધશે સ્વાદ 
પનીર અને બટાટાના ભટૂરામાં પહેલા બન્નેને સારી રીતે છીણી લો સાથે તેના માટે નરમ પનીર અને સારી રીતે બાફેલા બટાટાનો જ ઉપયોગમાં લેવું. તમે ઈચ્છો તો તેમાં કાળી મરી પાઉડર પણ નાખી શકો છો.