ગુજરાતી રેસીપી - કેરી ફુદીનાની મીઠી ચટણી
સામગ્રી - 1 વાડકી ફુદીનાના પાન, 1 નાની ડુંગળી(એચ્છિક), અડધી કેરી, 7-8 લીલા મરચા, સેકેલુ જીરુ 1 નાની ચમચી, ગોળ 2 નાની ચમચી, મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત - ફુદીનો ધોઈને સાફ કરી લો. પછી તેમા ઝીણી સમારેલી ડુંગળી, છીણેલી કેરી, લીલા મરચા, ગોળ અને મીઠુ નાખીને મિક્સરમાં વાટી લો. શરીરમાં ઠંડક આપનારી ફુદીનાની ચટણી દરેક વ્યંજન સાથે સારી લાગે છે.