ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 3 ઑક્ટોબર 2018 (10:30 IST)

મિક્સ વેજીટેબલ રાયતું

સામગ્રી - દહીં 200ગ્રામ, 2-2 ચમચી દૂધી, કોળુ અને શિમલા મરચાંના નાના-નાના ટુકડાંને મીઠાના પાણીમાં નાખીને ઉકાળી ઠંડા કરો. ચમચી વાટેલી રાઈ, 1-1 ચમચી લીલા ધાણા અને લીલા મરચાં સમારેલા, 2 ચમચી તેલ, અડધી ચમચી રાઈ, 1 ચમચી ખાંડ અને મીઠુ સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - દહી ફેંટીને તેમા દૂધી, કોળુ, શિમલા મરચાંના ટુકડા, ધાણા, ખાંડ અને મીઠુ નાખી દો. પછી તેલ ગરમ કરીને તેમા રાઈ અને લીલા મરચાંનો વધાર આપો. ફ્રિજમાં ઠંડુ કરીને સર્વ કરો.