1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 6 નવેમ્બર 2020 (13:04 IST)

આ છે ચટાકેદાર ડિશ- નવરત્ન ચેવડો

સામગ્રી 
1/2 વાટકી ચણા દાળ
1/2 વાટકી આખા મસૂર 
1/2 વાટકી મગફળી દાળા 
1/2 વાટકી સફેદ ચણા 
પૌઆ તળવા વાળા એક વાટકી
ઝીણી સેવ
લાલ-લીલી બૂંદી 1-1 વાટકી 
કાજૂ - કિશમિશ 
લીલા મરચાં 4-5 સમારેલા 
ફુદીના 
કોથમીર 
નારિયલ ચિપ્સ 50 ગ્રામ 
ચાટ મસાલા 50 ગ્રામ 
મીઠું સ્વાદપ્રમાણે 
વિધિ- 
ચણા દાળ, સફેદ ચણા, મસૂર 5-6 કલાક માટે પાણીમાં પલાળી નાખો પછી પાણી કાઢી ફેલાવી દો. તેલ ગરમ કરી એક એક કરીને બધી સામગ્રીને તળી લો બધાને કાગળ પર કાઢી લો. 
 
હવે જુદાથી એક કડાહીમાં તેલ ગરમ કરી અને મગફળી દાના શેકી લો(તમે ઈચ્છો તે તળી પણ શકો છો) લીલા મરચા તળી લો. 
ફુદીના, કોથમીર, કાજૂ, કિશમિશ, નારિયળ ચિપસ પણ તળી લો. બધાને કાગળ પર કાઢી લો. બધી સામગ્રી, ચાટ મસાલા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. લો તૈયાર છે. નવરત્ન મિક્સચર. ઘણા દિવસો સુધી ખરાવ નહી હોય આ ચટપટું ચિવડા બધાને જરૂર પસંદ આવશે.