સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 21 જૂન 2023 (14:52 IST)

Puri Aloo Recipe - બટાકા પુરી અને શાકને આપો હેલ્ધી Twist, બધા જ આંગળી ચાટતા રહી જશે

batata puri reciepe
batata puri reciepe
રજા કે તહેવારના દિવસે મોટેભાગે લોકોને કંઈક ચટપટુ અને ટેસ્ટી ખાવાનુ મન થાય છે. ભારતી ઘરમાં તો બટાકાનુ શા અને પુરી ખૂબ જ ફેમસ છે. લોકો તેને ખૂબ જ પ્રેમથી ખાય છે. પણ આ ખૂબ જ ઓઈલી અને spicy હોય છે. તેથી જો તમે થોડુ હેલ્ધી બનાવીને ખાવા માંગો છો તો મસાલા વગરની લાઈટ બટાકા પુરી (આલૂ પુરી) અને બટાકાનુ શાક ટ્રાય કરો.. 
 
સામગ્રી
 
 પુરી માટે સામગ્રી 
 
ઘઉંનો લોટ - 200 ગ્રામ
બટેટા (છીણેલું)
લીલા ધાણા
ચપટી મીઠું
તેલ - 2-3 ચમચી
 
બટાકાના શાક માટે
 
ટામેટા - 1
આદુ - 1/2 ઇંચ
ફુદીનાના પાન - 1 મુઠ્ઠીભર
કોથમીર - 1 મુઠ્ઠી
લીલા મરચા - 10-12
બટાકા - 3 (બાફેલા)
કાળા મરી - 1/2 ચમચી
સંચળ 
જીરા પાવડર - 1/2 ચમચી
તેલ
હિંગ પાવડર
લીંબુનો રસ 
 
પુરી બનાવવાની રીત  
 
1. સૌ પહેલા પુરી બનાવવા માટે ઘઉંના લોટમાં છીણેલા બટાકા નાખો.  
2. તેમા લીલા ધાણા, મીઠુ, તેલ અને પાણી નાખીને સારી રીતે સખત લોટ બાંધી લો. 
3. થોડીવાર માટે ગૂંથેલા લોટને સાઈડમાં ઢાંકી મુકો. 
4. 10 મિનિટ પછી આ લોટની તમારી મનપસંદ સાઈઝમાં પુરી વણી લો. 
5 કઢાઈમાં તેલ નાખો અને એકદમ ગરમ તેલમાં પુરી ફ્રાય કરો. 
 
શાક બનાવવાની રીત 
 
1. એક મોટુ ટામેટુ, ધાણા અને મરચાને મિક્સરમાં વાટીને સરી રીતે પેસ્ટ બનાવી લો.  
2. હવે કઢાઈમાં 2-3 ચમચી તેલ નાખો. 
3. તેમ હીંગ નાખો અને વાટેલુ પેસ્ટ નાખીને સારી રીતે મસાલાને સાંતળી લો. 
4. અડધો લિટર પાણી ઉમેરો અને પછી બાફેલા બટાકાને કાપીને મસાલામાં મિક્સ કરો અને બરાબર હલાવો.
5. ગ્રેવીને ઘટ્ટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે હલાવો.
6. બટાકાની કરી તૈયાર છે.