સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (19:32 IST)

Tomato Chaat Recipe- પાપડી ચાટ નહી આ વખતે બનાવો ટમેટો ચાટ ખાતા જ યાદ આવશે બનારસ

ટમેટા ચાટ રેસીપી- જો તમે ચાટ ખાવાના શોખીન છો અને સાંજના નાશ્તામાં જુદા-જુદા પ્રકારની ચાટ બનાવીને ખાવુ પસંદ કરો છો તો આ સમયે ઘર પર ટ્રાઈ કરો બનારસની પ્રખ્યાત ટમેટા ચાટ. આલૂ ટિક્કી, 
પાપડી અને ફૂચકા ચાટ રો તમે ખૂબ ખાધુ હશે પણ આ વખતે ઘર જ બનારસની પ્રખ્યાત ટમેટાની ચાટ બનાવો અને તમારા મૉઢાના ટેસ્ટને ચટપટો બનાવો. આ ચટપટી ટમેટા ચાટ ખાધા પછી તમને ઘર બેસે બનારસના ઘાટની યાદ આવવા લાગશે. આવો તમને જણાવીએ તેની સરળ રેસીપી વિશે 
 
ટમેટા ચાટ બનાવવા માટે સામગ્રી 
4 કાપેલા ટમેટા 
1/2 કપ બાફેલા સફેદ વટાણા
1 બટાટા બાફેલો 
એક સમારેલી ડુંગળી 
એક ચમચી સમારેલુ આદું 
3-4 સમારેલી મરચાં 
સમારેલુ કોથમીઅ 
એક ચમચી લાલ મરચા પાઉડર 
1/2 ચમચી સંચણ 
એક ચમચી જીરું પાઉડર
1/2 ચમચી ગરમ મસાલા 
એક ચમચી આમલીની ચટણી 
1/2 ચમચી સ્વાદ પ્રમાણે કોથમીર ચટની 
મીઠુ સ્વાદપ્રમાણે 
 
ટમેટા ચાટ બનાવવાની વિધિ 
ટમેટા ચાટ બનાવવા માટે સૌથી પહેલા કડાહીમાં ત્રણ મોટી ચમચી તેલ નાખી ગરમ કરો. તેમાં આદું, લીલા મરચાં અને ડુંગળીને ગુલાબી થતા સુધી શેકવું. હવે તેમાં ટમેટા અને 1/2 નાની ચમચી મીઠુ નાખી પાંચ મિનિટ ધીમા તાપ પર રાંધવું. પછી ગરમ મસાલા, કશ્મીરી લાલ મરચા પાઉડર,   જીરું પાઉડર નાખી બે-3 મિનિટ મધ્યમ તાપ પર શેકવું. હવે તેમાં બટાટા મિક્સ કરો. અને બે મિનિટ શેકવું. ત્યારબાદ તેમાં બાફેલા વટાણા, અડધુ કપ પાણી મિક્સ કરો તેને ધીમા તાપ પર બે મિનિટ રાંધવું. ત્યારબાદ તેમાં લીલી ચટણી કોથમીર અને સ્વાદ પ્રમાણે સંચણ નાખો અને પછી ગેસ બ6દ કરી નાખો. હવે તૈયાર સામગ્રીને કુલ્હણ કે પ્લેટમાં કાઢો પછી તેમાં સમારેલા ડુંગળી અને કોથમીર ગરમાગરમ પીરસો.