શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By કલ્યાણી દેશમુખ|

રાંધણ છઠ સ્પેશ્યલ રેસીપી - ભરેલાં ભીંડાં

સામગ્રી - 500 ગ્રામ ભીંડા, સીંગદાણા 50 ગ્રામ, લાલ મરચું એક ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, એક ચમચી લસણનું પેસ્ટ. 50 ગ્રામ તેલ, સમારેલી કોથમીર અને એક ચમચી જીરું.

રીત - ભીંડાંને ધોઈને લૂછીં નાખો અને તેના દીઠાં કાઢી ઉભાં કાપા પાડી મૂકો. સીંગદાણાને સેકી સાફ કરી તેનો ભૂકો કરો. આ ભૂકામાં મરચું, મીઠું, ગરમ મસાલો,હળદર અને લસણનું પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરો. હવે આ મસાલાને ભીંડાંમાં ભરો. બધી ભીંડી ભરાય જાય કે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ તતડે કે તેમાં જીરું નાખી ભીંડાં વધારી હલાવી દો. ધીમાં આંચ પર મૂકી ઢાંકી દો. 10 મિનિટ પછી ઉતારી ઉપર સમારેલી કોથમીર ભભરાવી લો. આ ભીંડાનુ શાક 2-3 દિવસ સુધી સારુ રહે છે.