સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગુજરાતી રેસીપી - વડાપાવ

સામગ્રી: 200 ગ્રામ બટાકા, તેલ પ્રમાણસર, અડધી નાની ચમચી રાઈ, દોઢ નાની ચમચી અડદની દાળ, મીઠો લીમડો, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી તલ, 3 નંગ ઝીણી સમારેલી ડુંગળી,1 નાની ચમચી વાટેલાં આદું- મરચાં, 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 1 નંગ લીંબુ, 2 નાની ચમચી ખાંડ, ગળી ચટણી, તીખી ચટણી, લસણની ચટણી, ઝીણી સેવ, 20 નંગ ભાજીપાઉંની બ્રેડ, ઘી અને માખણ, ચણાનો લોટ પ્રમાણસર, અડધી નાની ચમચી મરચું, મીઠું પ્રમાણસર
બનાવવાની રીત: - બટાકાને બાફી, છોલીને છીણી નાખવા. ગેસ પર એક વાસણમાં 2 ચમચી તલમાં રાઈ, અડદની દાળ,લીમડો,તલ ,હળદર અને ઝીણી સમારેલી ડુંગળી નાખવાં.બ્રાઉન થવા દેવું. બટાકા અને બાકીનો મસાલો નાખવો. બટાકાવડા ચપટાંવાળી, ચણાનાં લોટનાં ખીરાંમાં બોળી,તેલમાં તળી લેવાં.   ભાજીપાઉંના બ્રેડને વચ્ચેથી સહેજ કાપી,માખણ લગાડી,ગળી ચટણી,લસણની ચટણી,તીખી કોથમીરની ચટણી પાથરી,તેનાં પર બટાકાવડાને મૂકી,ફરીથી ત્રણેય ચટણી પાથરી બંધ કરવું.  લોઢી પર ઘી,તેલ મૂકી ,બન્ને બાજુ શેકવું.તેની ઉપર સેવ અને કોથમીર ભભરાવવી.