1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

વસંત પંચમી સ્પેશ્યલ રેસિપી- વસંત પંચમી પર બનાવો કેસરિયા ભાત

kesiya bhaat
સામગ્રી - 1 કપ ચોખા, 3 કપ પાણી, 1/2 ચમચી કેસર, 1/2 કપ ખાંડ, ચપટી મીઠું, 10 -12 બદામ, 10-12 કાજુ. 15-20 કિસમિસ, 2 ચમચી સૂકું કોપરું છીણેલુ, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 2 ચમચા ઘી
 
બનાવવાની રીત - ચોખા ને 1/2 કલાક પાણી માં પલાળી રાખો.
કેસર માં 2 ચમચા પાણી નાખી 2 કલાક પલાળી રાખો.
પાણી ને ઉકળવા મુકો, પાણી જ્યારે ઉકળી જાય ત્યારે તેમાં કેસર, મીઠું અને ચોખા નાખો.
1 મિનિટ પછી કાજુ,બદામ,કોપરું ,ઈલાયચી પાવડર અને કિસમિસ નાખી મિક્સ કરો.
ચોખા જ્યારે રંધાઈ જાય ત્યારે ખાંડ નાખવી અને 2 મિનિટ ઢાંકી ને રાખો.
હવે ઘી નાખી ધીરે થી મિક્સ કરો.