બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (23:30 IST)

ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’નો ગ્રાન્ડ પબ્લીક શો 52nd IFFIના દર્શકોએ વધાવી લીધો

.
વિજયગીરી ફિલ્મોસની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ ઈન્ડિયન પેનોરમા અંતર્ગત 52nd IFFI માં સિલેક્ટ થનારી એક માત્ર ગુજરાતી ફિલ્મ. દર્શકોએ અને જ્યુરીએ ફિલ્મને ભરપેટ વખાણી.
 
52 માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ( 52nd IFFI) ગોવા ખાતે ૨૦ નવેમ્બરથી ૨૮ નવેમ્બર યોજાયો છે. અહીં વિશ્વભરની શ્રેષ્ઠ સિનેમાનો મેળાવડો જામે છે. ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી ઘટના છે કે આ વર્ષે ડિરેક્ટર વિજયગીરી બાવાની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ પણ આ ઈન્ટરનેશનલ ફેસ્ટિવલનો ગૌરવપૂર્ણ ભાગ બની છે. ફિલ્મના દિગ્દર્શક વિજયગીરી બાવા, પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા, લેખક રામ મોરી, સંગીતકાર મેહુલ સૂરતી અને ફિલ્મની સ્ટારકાસ્ટમાંથી નિલમ પંચાલ તેમજ નેત્રી ત્રિવેદી અહીં ઉપસ્થિત હતા. ફિલ્મની સમગ્ર ક્રુ  પરંપરાગત ગુજરાતી પોશાકમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની રેડકાર્પેટ પર ગૌરવભેર આવી ત્યારે આ ઘટના ત્યાં ઉપસ્થિત પત્રકારો અને ફોટોગ્રાફર્સ સહિત ઓડિયન્સના આકર્ષણનું કેન્દ્ર બની.
 
૮૮ મિનિટની આ ફિલ્મને જ્યુરી અને દર્શકો તરફથી ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. અહીં એક ગૌરવપૂર્ણ બાબત નોંધવા જેવી છે કે વિજયગીરી ફિલ્મોસની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ ICFT – UNESCO Gandhi medal સ્પર્ધામાં પણ સિલેક્ટ થઈ છે. સમગ્ર દેશમાંથી માત્ર પંદર ફિલ્મો આ કોમ્પિટિશનમાં સિલેક્ટ થઈ છે, જેમાં ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ વટથી બેઠી છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી સિનેમા માટે આ બાબત ગૌરવ અપાવે એવી છે. ૧૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ થિએટરમાં રીલીઝ થવા જઈ રહી છે