શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (14:21 IST)

મળો એક એવા અમદાવાદી યુવાનને, જેમની ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય સ્તરે 19 પુરસ્કારો જીતી સફળતા મેળવી.

શું તમે કોઈ એવા ગુજરાતી યુવાનને જાણો છો જેણે ઓસ્કાર એવોર્ડ વિનિંગ ફિલ્મમાં કામ કર્યું હોય. તેણે એક ફિલ્મ અભિનેતા કરતાં પણ નાની ઉંમરમાં વધુ એવોર્ડ મેળવ્યાં હોય. તમારો જવાબ શું હશે. કોણ છે આ યુવાન જેણે ઓસ્કાર એવોર્ડ વિનિંગ ફિલ્મમાં કામ કર્યું છે અને તેના જીવનમાં અનેક એવોર્ડ મેળવ્યાં છે. તો આવો મળીએ એક એવા અમદાવાદી યુવાનને જેણે પોતાના જીવનમાં કેમેરાની આંખે અનેક એવોર્ડ પોતાના નામે કર્યાં છે. 


અમદાવાદના મૃણાલ દેસાઈએ શરૂઆતમાં ઇજનેર તરીકે તાલીમ લઈને ઇજિપ્ત, યુએઇ અને કુવૈતના ઓઇલફિલ્ડમાં કામ કર્યું હતું. વધુ સંતોષજનક કામ કરવાની તીવ્ર ઇચ્છાને કારણે તેણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા ખાતે મોશન પિક્ચર ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો.  હવે મૃણાલ દરેક સિનેમેટિક માધ્યમ જેવા કે ફીચર ફિલ્મ્સ, ટીવી કમર્શિયલ અને ડોક્યુમેંટરીઓ કરી રહ્યા છે. મૃણાલની ​​છેલ્લી ફિચર ફિલ્મ, 'કોર્ટ' ને 2015 ના નેશનલ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે, 2014ના  વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ગોલ્ડન લોટસમાં 2 લાયન્સ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે 19 પુરસ્કારો જીતી નિર્ણાયક સફળતા મળી હતી. 
તે ડેની બોયલની 2009 ની મલ્ટી ઓસ્કાર વિનિંગ ફિલ્મ  'સ્લમડોગ મિલિયોનેર' માં બીજા યુનિટના સિનેમેટોગ્રાફર હતા. તેમની અન્ય ફિચર ફિલ્મોમાં અમિત દત્તાની "નૈનસુખ" જે ઝ્યુરિચના રીટબર્ગ મ્યુઝિયમ માટે અને પ્રયાસ ગુપ્તાની  "સિદ્ધાર્થ" (ગ્રાન્ડ જ્યુરી પુરસ્કાર, એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ્સ, 2008) નો સમાવેશ થાય છે. પ્રાઇમટાઇમ એમી નોમિનેટેડ ટ્રિબેકા અને વર્ષ 2012ની હોટડોક્સ વિનર ફિલ્મ " ધ વર્લ્ડ બીફોર હર" જેનું નિર્દેશન નિશા પાહુજાએ કર્યું હતું, આ ઉપરાંત ડૅન રીડ દ્વારા નિર્દેશિત વર્ષ 2010ની બાફ્ટા વિનર અને એમી નામાંકિત ફિલ્મ  'ટેરર ઈન મુંબઈ ' તથા વર્ષ 2010ની બાફ્ટા વિનર ફિલ્મ 'ધ બેટલ ફોર હૈતી ' નો.  રીડ સાથેની અન્ય ફિલ્મોમાં 'ટેરર એટ ધ મોલ' (વર્ષ 2015 બાફ્ટા નોમિનેટેડ), 'ધ ગ્રાઉન્ડ ઝીરો મોસ્ક' (ચેનલ 4 / પીબીએસ) અને 'ચીલ્ડ્રન ઓફ સુનામી' (બીબીસી / એસડબલ્યુઆર) નો સમાવેશ થાય છે. મૃણાલની અન્ય ડોક્યુમેન્ટરી ક્રેડિટ્સમાં લલિત વાચાની દ્વારા નિર્દેશિત "ઈન સર્ચ ઓફ ગાંધી " ઉપરાંત ઑક્ટોબર 2007 માં વિશ્વભરમાં 40 થી વધુ બ્રોડકાસ્ટર્સ દ્વારા પ્રસારિત કરવામાં  આવેલ શ્રેણી  "વ્હાય ડેમોક્રેસી?" નો પણ સમાવેશ થાય છે. 
અંજલિ પંજાબીની  "અ ફ્યુ થિંગ્સ આઇ નો અબૉઉટ હર" અને અરુણ ખોપકરની  "નારાયણ ગંગારામ સર્વે" શામેલ છે જે બન્ને ફિલ્મોએ વર્ષ 2002 ના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગોલ્ડન લોટસ એવોર્ડ જીત્યા હતા.  અમદાવાદ નો આ ગુજરાતી મૃણાલ જ્યારે ફિલ્માંકન ન કરતા હોય ત્યારે તે પ્રકૃતિની નજીક રહેવું, મિત્રો અને કુટુંબીજનો સાથે સમય પસાર કરવાનું  અને વિપસન્ન ધ્યાન કરવાનું પસંદ કરે છે . તે ન્યૂયોર્ક અને મુંબઈમાં રહે છે.


SELECTED AWARDS
Awards F i lm Categor y
Venice Int’l Film Festival, 2014 Court Best Film, Orizzonti
Venice Int’l Film Festival, 2014 Court Lion of the Future, Best Debut Film
Antalya Golden Orange Film Festival, 2014 Court Siyad Best Film
MAMI Film Festival, 2014 Court Golden Gateway, Best Film
MAMI Film Festival, 2014 Court Golden Gateway, Best Director
Tribeca Film Festival, 2012 The World Before Her Best Feature Documentary
Hot Docs, 2012 The World Before Her Best Feature Documentary
BAFTA, 2011 The Battle for Haiti Best Director (Factual)
BAFTA, 2010 Terror in Mumbai Current Affairs
Asia Pacific Screen Awards, 2008 Siddharth Grand Jury Prize
50th National Film Awards, 2003 Narayan Gangaram Surve Golden Lotus, Best Documentary Film
50th National Film Awards, 2003 A Few Things I Know About Her Golden Lotus, Best Director

SELECTED FEATURES
T i t le Direc tor P roduct ion Company
Court, 2014 Chaitanya Tamhane Zoo Entertainment
Nainsukh, 2010 Amit Dutta Reitberg Museum, Zurich
Slumdog Millionaire (2nd Unit), 2009 Danny Boyle Celador Pictures
Siddharth, 2008 Pryas Gupta Moviscorp
SELECTED DOCUMENTA R IES
T i t le Direc tor / P r oducer P roduce r/Br oadcas t e r
Earthrise – Ice Stupa, 2017 Lisa Dupenois Grainmedia / Al-Jazeera
The Day the Sun Fell, 2015 Aya Domenig Ican Films
Terror at the Mall, 2014 Dan Reed Amos Pictures/BBC & HBO
The World Before Her, 2012 Nisha Pahuja Storyline Entertainment
Children of the Tsunami, 2012 Dan Reed Renegade Picutres/BBC & SWR
The Battle for Haiti, 2011 Dan Reed Quicksilver/Channel 4 & PBS Frontline
Terror in Mumbai, 2010 Dan Reed Quicksilver/Channel 4 & HBO
In Search of Gandhi, 2007 Lalit Vachani Steps International “Why Democracy?” Series
Narayan Gangaram Surve, 2002 Arun Khopkar Khayal Trust
A Few Things I Know About Her, 2002 Anjali Panjabi Films Division

SELECTED TVCs , CORPORATES & WEB
BRANDING
C l ient Direc tor P roduce r /Agency
Moneygram Vikram Acharya Candid Generation
Woo Oni Sen Electric Dreams Film Company
L&T Zafar Hai Haimark Films
SKII Paul Austin Austin Advisory
Donna Karan Paul Austin Austin Advisory
Spice Moblie Razneesh Ghai Via Us
Sky Jewellery Razneesh Ghai Via Us
eSYS Oni Sen Illusion
Kingfisher Oni Sen Illusion
Faber Razneesh Ghai Via Us