શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 29 જૂન 2021 (12:18 IST)

જીગરદાન જન્મદિવસે જાણો 'જીગરા'ની અજાણી વાતો અને લવસ્ટોરી

ગુજરાતી રૉકસ્ટાર જીગરદાન ગઢવીનો આજે જન્મદિવસ (29 જૂન 1991) છે. જીગરદાન ગઢવીને તેમના ચાહકો 'જીગરા' તરીકે પણ ઓળખે છે. તેમના ફીમેલ ફ્રેન્ડ્સ સંખ્યા લાખોમાં છે અને ઘણી છોકરીઓનો ક્રશ પણ છે. જીગરદાન ગઢવીનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયુ છે. તેણે તેમના કરિયરની શરૂઆત ગુજરાતી સિનેમાથી કરી હતી. 
તેઓ ફિલ્મો કરતાં તેમના ગીતો વધુ ઓળખાય છે.  ફિલ્મ લવ ની ભવાઈનાં ગીતો "વલામ આવાઓ ને", ચલ જીવી લાયે ફિલ્મના "ચાંદ ને કહો" ફિલ્મના કરસનદાસ પે એન્ડ યુઝના "માને કહો દે", ધીમો વરસદ, મોગલ તારો આશરો અને મોગલ આવે જેવા ગીતો તેમના ખૂબ જાણિતા બન્યા છે.
 
'જીગરા' ઉપનામ પાછળની કહાણી
જીગરદાન ગઢવીને તેના ચાહકો જીગરાના ઉપનામથી પણ ઓળખે છે. જીગરા નામ કઇ રીતે પડ્યું? તે અંગે જીગરદાન ગઢવી પોતે કહી ચૂક્યા છે કે શરૂઆતમાં મેં બેન્ડ ચાલુ કર્યુ ત્યારે બેન્ડ માટે અનેક નામો વિચારાયા હતાં. પરંતુ છેલ્લે મારા જ નામ પરથી મારા બેન્ડનું નામ 'જીગરા' રાખવામાં આવ્યું હતું. જે પાછળથી મારું ઉપનામ પણ બની ગયું.
 
બનવું હતું ડોક્ટર પણ બની ગયા સિંગર
ગઢવી હોય એટલે તો સ્વભાવિક રીતે વારસામાં મળ્યું હોય છે. જીગર ગઢવીના માતા ચારણી સાહિત્યની સરજ ગાતા હતા અને પિતાજી મુકેશજીના ગીતો ગાતા હતા. આ બંનેને જોઇ સાંભળીને તેમને પહેલાંથી સંગીત પ્રત્યે આકર્ષણ થયું હતું. પરંતુ તેમને ડોક્ટર બનવું હતું. એટલે તેમણે તેના માટે અભ્યાસ પણ શરૂ કરી દીધો. પ્રથમ અને દ્રિતીય વર્ષ અને ફિઝીયોથેરાપીસ્ટ પણ પુરૂ કરી લીધું જોકે પ્રેકટિસ ન કરી. કારણ કે મને અંદર એમ થયું કે આપણે તો સંગીત માટે જ બન્યા છીએ. મનથી જે લાગણી થઇ એ તરફ જ વળી ગયો અને આગળ વધવાનો નિર્ણય કરી લીધો.
 
શરૂઆતમાં મેં અમદાવાદમાં પ્રોફશનલ ટર્મ્સ બેન્ડ શરૂ કર્યુ અને ત્યાં હું વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટનો સમજ્યો, શીખ્યો. પણ હું ડાયરાના કલ્ચરમાંથી આવતો હોઇ ત્યાંનું સંગીત લોહીમાં હતું. એ પછી મેં ગિટાર પર ચારણી સાહિત્યનો પ્રયોગ કર્યો અને તેનો વિડીયો અજાણતા જ સોશિયલ મિડીયા પર મુક્યો હતો, આ વિડીયો કોઇએ અજાણતા જ રેકોર્ડ કરી લીધો હતો. 
 
આ વાયરલ વિડીયો થતાં મારી જીંદગીમાં નવો વળાંક આવ્યો બધા શોધતા થઇ ગયા કે આ છોકરો કોણ છે, જેણે ગિટાર પર આવું સરસ સાહિત્ય રજુ કર્યુ? એ પછી મેં 'મોગલ આવે...' રજૂ કર્યુ અને સૌને ખબર પડી કે આ જીગરદાન ગઢવી છે. સોશિયલ મિડીયા થકી આ વિડીયો એવો વાયરલ થયો કે સીધા જ મને બોલીવૂડની સુપરસ્ટાર સંગીત બેલડી સચીન-જીગરે કોલ કર્યો અને કહ્યું કે તું ખુબ જ સારુ ગાય છે. તું મુંબઇ આવી સીધા જ પોતાના સ્ટુડિયો પર આવી જજે એવું કહ્યું હતું. એ પછી અમે બે-ત્રણ સોંગ કર્યા પણ એ વર્કઆઉટ ન થયા. આજે બધા સંગીતક્ષેત્રે આગળ વધવા સ્ટુડિયોના ધક્કા ખાતા હોય છે ત્યારે સચીન-જીગરે સીધો જ મને સ્ટુડિયોમાં બોલાવી લીધો.
જીગરદાનની લવસ્ટોરી
જીગરદાનને પોતાની લાઈફની સ્પેશિયલ વન મળી ચૂકી છે, અને જીગરાદન એક ઈન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી પણ ચૂક્યા છે. જો કે જીગરદાનના જીગરમાં સ્થાન મેળવનાર આ યુવતી કોણ છે તેના વિશે હજુ ખાસ માહિતી નથી. જીગરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની સ્પેશિયલ વન સાથેના ફોટોઝ પોસ્ટ કર્યા છે, અને પ્રેમ અભિવ્યક્ત કર્યો છે, જો કે તેણે એક પણ પોસ્ટમાં આ યુવતી વિશે માહિતી નથી આપી.
 
બીજી રસપ્રદવાત એ છે કે જીગરદાને પોતાના દિલની રાણી માટે ખાસ રોમેન્ટિક સોંગ પણ લખ્યુ છે. અને આ ગીત જીગરદાન તેની જ સાથે શૂટ કરવા ઈચ્છે છે. 
 
જીગરદાનની લવસ્ટોરી વિશે વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન બંનની પહેલીવાર મુલકાત થઇ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં જ બંને વચ્ચે વાતચીત થઈ અને વાત આગળ વધી. જીગરદાન આ યુવતીના પ્રેમમાં એટલા ગળાડૂબ છે કે દિવાળીમાં તેને મળવા સ્પેશિયલ ઓસ્ટ્રેલિયા પણ ગયા હતા. જીગરદાન આ યુવતીના પરિવારને પણ મળી ચૂક્યા છે.